Site icon Revoi.in

ફિલ્મ ‘ગદર 2’ એ સિનેમાઘરોમાં મચાવી ઘૂમ – 100 કરોડની ક્લબમાં સામેલ થયા બાદ બોક્સ ઓફીસ પર સતત શાનદાર કલેક્શન

Social Share

11 ઓગસ્ટ શુક્રવારના રોજ સનિ દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ થઈ હતી ગદર 2 એ એડવાન્સ બુકિંગમાં જ બાજી મારી લીઘી હતી ત્યાર બાદ પ્રથમ દિવસે પણ ગદર 2 એ બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન કર્યું માત્ર રિલીઝના 4 દિવસમાં જ આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થી ચૂકી છે ત્યારે હવે ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ ટૂંક જ સમયમાં થશે તેવી આશાઓ સેવાઈ રહી છે.

 સની દેઓલની ફિલ્મ ગદર 2 એ શરૂઆતના દિવસે જ 40 કરોડનું કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા. જ્યારે બીજા દિવસે આ આંકડો 43 કરોડની આસપાસ રહ્યો હતો. બીજી તરફ ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મે કલેક્શનના મામલામાં 50 કરોડનો મોટો આંકડો પાર કરી લીધો છે.
સની અને અમીષાની ફિલ્મ ગદર 2 એ માત્ર ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર 133.18 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ત્રણ દિવસ બાદ હવે લોકોની નજર સોમવારના કલેક્શન પર ટકેલી છે. વીક ડે હોવાને કારણે ફિલ્મની કમાણી વધવાની આશાઓ પણ છે.
ફિલ્મ ગદર 2 ચોથા દિવસે 34 કરોડનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન કરી શકે છે. ગદર 2 ને ચોથા દિવસે લગભગ 10 કરોડનું ગ્રોસ એડવાન્સ બુકિંગ મળ્યું છે. સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ગદર 2 એ 2001ની બ્લોકબસ્ટર ગદર એક પ્રેમ કથાની સિક્વલ છે.

માહિતી પ્રમાણે22 વર્ષ પછી, સની દેઓલ અભિનીત ‘ગદર’ એ બોક્સ ઓફિસ પર ફરીથી  ઘમાલ મચાવી છે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, જે આ શુક્રવારે પૂરી થઈ. તેની એક ઝલક બોક્સ ઓફિસ પર પણ જોવા મળી રહી છે. આ ફિલ્મે શાનદાર કમાણી કરીને શાહરૂખ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ને ટક્કર આપી છે,અનિલ શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસની કમાણીનો આંકડો ઉત્સાહીત જોવા મળ્યો છે જો કે હજી શનિવાર રવિવારનો લાભ ફિલ્મને મળશે.

સનિ દેઓલની ફિલ્મ ગદર 2  એ પ્રથમ દિવસનું કલેક્શન 40 કરોડ હોવાનું કહેવાય  રહ્યું છે.‘ગદર 2’ પ્રથમ દિવસના કલેક્શનની દ્રષ્ટિએ પઠાણ પછી વર્ષની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.