Site icon Revoi.in

પર્યાવરણ માટે કચરાનો નિકાલ મોટી સમસ્યા – માત્ર 10 ટકા ઈ-કચરાનું જ થાય છે રિસાયક્લિંગ 

Social Share

દિલ્હી – સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડએ એક રિપોર્ટ જારી કર્યો છે, આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2018-19માં ભારત દેશ ફક્ત 10 ટકા ઇ-વેસ્ટનું રિસાયક્લિંગ કરવામાં સક્ષમ રહ્યું હતું, જ્યારે દેશમાં એક જ વર્ષમાં કુલ 771,215 ટન ઇ-વેસ્ટનું ઉત્પાદન થયું હતું. એક વર્ષ પહેલા વર્ષ 2017-18માં, દેશમાં ઇ-વેસ્ટ રિફાઇનિંગની ક્ષમતા માત્ર 3.5 ટકા રહી હતી.

ઉલ્લેખનીય છે કે, દેશમાં ઇ-કોમોડિટીઝનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે અને વર્ષ 2019 -20 માં જ કુલ ઇ-વેસ્ટ ઉત્પાદન 10 લાખ 14 હજાર 961 ટનની મર્યાદાને પાર કરી ચૂક્યું છે. પરંતુ ફરીથી ઉપયોગ અને રિસાયક્લિંગની ક્ષમતામાં ઝડપથી વૃદ્ધિને કારણે, તે આવનારા કેટલાક  સમયમાં દેશના વાતાવરણ માટે એક ગંભીર પડકાર બની શકે છે.

ગ્રીન પ્લેનેટ વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા નિષ્ણાંત રાજેશ મિત્તલના જણાવ્યા પ્રમાણે, આપણા સમાજ માટે પ્લાસ્ટિક એ અન્ય કોઈ પણ પદાર્થની જેમ મહત્વપૂર્ણ અને ઉપયોગી ચીજ છે, પરંતુ જો તે યોગ્ય માત્રામાં રિસાયકલ ન કરવામાં આવે તો તે પર્યાવરણ માટે એક ગંભીર પડકાર અને નુકશાન કારક સાબિત થઈ શકે છે.

વૈજ્ઞાનિકોની સાથે  સાથે દેશની સરકારો પણ આ પ્લાસ્ટિકના સંચાલન પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને પરિણામે, મોટી માત્રામાં ઇ-વેસ્ટ અને પ્લાસ્ટિકના રિસાયક્લિંગ અને ફરીથી ઉપયોગની શરૂઆત થઈ  ચૂકી છે.

સૌથી મોટો પડકાર ઇ-વેસ્ટનો સંગ્રહ કરવાની બાબતનો  છે. મોબાઈલ, કમ્પ્યુટર, ટેલિવિઝન, ઘરેલુ વસ્તુઓ અને લેપટોપ જેવા મોટા ઉપકરણોનું સંકલન અને ફરીથી ઉપયોગ સરળ છે, જ્યારે ખોરાકના પેકેટ્સના પ્લાસ્ટિકને એકત્રિત કરવું મુશ્કેલ  રહે છે. ખાસ કરીને એવા ખોરાકનું પેકિંગ જે ખૂબ નાના પેકેટોમાં હોય છે, તેનો ફરીથી ઉપયોગ કરવો પણ સરળ હોતું નથી

ત્યારે હવે આ બાબતે ઈ વેસ્ટને લઈને લોકોને જાગૃત કરવામાં આવે તો જરુરી છે,.ઇ-વેસ્ટ પ્રત્યે લોકોની આ જાગરૂકતાની જરૂરિયાતને સમજતા, આરએલજી ઈન્ડિયાએ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નેતૃત્વ હેઠળ ‘ક્લીન ટુ ગ્રીન ઓન વ્હીલ્સ અભિયાન’ શરૂ કર્યું છે. આવનાર એક વર્ષમાં, દેશના 110 શહેરો અને 300 થી વધુ શહેરો સુધી પહોંચતા, સમાજના દરેક વર્ગને યોગ્ય સ્થાને ઇ-કચરો નાખવા માટે જાગૃત કરવામાં આવશે.