Site icon Revoi.in

અમેરિકાના ઈન્ડિયાનાના ગૈરીમાં ગોળીબારની ઘટના – 3 લોકોના મોત, 6 લોકો ઘાયલ

Social Share

અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગોળીબારની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છે ત્યારે સતત બીજા દિવસે પણ ગોળીબાર કરવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગેરી, ઇન્ડિયાનામાં ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. હુમલાખોરોએ દસ લોકોને ગોળી મારી હતી. આ ઘટના બ્લોક પાર્ટીમાં બની હતી.

ગેરી પોલીસે ઘટનાને લઈને જણાવ્યું હતું કે તેમને મિઝોરી સ્ટ્રીટના 1900 બ્લોકમાં લગભગ અમેરિકાના સમય પ્રમાણે 12.45 વાગ્યે ગોળીબાર વિશે માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચીને તેઓએ ત્રણ મૃત અને અન્ય સાત લોકોને ગોળીથી ઘાયલ જોયા હતા.ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા.,

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફાયરિંગમાં  એક 27 વર્ષીય, એક  25 વર્ષીય અને એક  20 વર્ષીય યુવકનું મોત થયું હતું.લેક કાઉન્ટી કોરોનર ઓફિસે પીડિતોની ઓળખ કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે બાકીના પીડિતોને એમ્બ્યુલન્સ અને ખાનગી કાર દ્વારા પ્રાદેશિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આના એક દિવસ પહેલા શિકાગોમાં પણ ગોળીબારની ઘટના બની હતી.આ ફ્રીડમ પરેડમાંથી બહાર નીકળતી વખતે અચાનક ગોળીબાર કરવામાં આવ્યો. પરેડમાં ફાયરિંગ બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા