Site icon Revoi.in

ગેસ થવાના કારણે માથાનો દુખાવો પણ થાય છે? તો હવે તેનાથી મેળવી શકાય છે રાહત,જાણો

Social Share

ડાયટ જ્યારે યોગ્ય ન હોય ત્યારે શરીરમાં અનેક પ્રકારની સમસ્યા અને બીમારીઓ ઘર કરી લેતી હોય છે. આ વાતને મોટાભાગના જાણકારો તથા હેલ્થ એક્સપર્ટ દ્વારા કહેવામાં આવે છે. પણ જ્યારે લોકોને ગેસની સમસ્યાના કારણે માથાનો દુખાવો થાય ત્યારે શું કરવું જોઈએ તેની જાણ હોતી નથી અને હેરાન પણ થયા રાખે છે.

જે વ્યક્તિને આ ગેસ્ટ્રિકની સમસ્યા અને એસિડિટીની સમસ્યા હોય તેને ઘણી વાર માથાના દુખાવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. તો આ બાબતે ડોક્ટરનું કહેવું છે કે લીંબુનું શરબત– માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે લીંબુ એક સરસ રીત છે કારણ કે તેમાં બળતરા વિરોધી ગુણો છે. એક લીંબુનો રસ હૂંફાળા પાણીમાં ભેળવીને પીવો. તે ગેસને કારણે થતા માથાનો દુખાવો અટકાવવામાં મદદ કરે છે.

આ સમસ્યા થવા પાછળનું કારણ એ છે કે ગેસ્ટ્રિક માથાનો દુખાવો અપચો અથવા એસિડિટી અને ગેસ જેવી અન્ય સામાન્ય જઠરાંત્રિય સમસ્યાઓને કારણે થાય છે. આપણા પેટ અને મગજ વચ્ચે ઊંડી કડી છે. જઠરાંત્રિય પ્રણાલીમાં સમસ્યાઓના કારણે ઘણા લોકોને માથાનો દુખાવો થાય છે. તેનું કારણ એ છે કે જરૂરી માત્રામાં ખોરાક તમારા શરીરમાં નથી પહોંચી રહ્યો, જેના કારણે તમને માથાનો દુખાવો થવા લાગે છે.

આ સમસ્યાથી રાહત મેળવવા માટે છાશનો પણ ઉપયોગ કરી શકાય છે, જો તમને પેટમાં ગેસ બનવાને કારણે માથાનો દુખાવો થતો હોય તો દિવસમાં બે વાર છાશનું સેવન કરવાથી તમને ઘણી રાહત મળે છે.

નિયમિત આહારમાં સફેદ ચોખા, બ્રાઉન રાઈસ, લાલ ચોખા, પોહા, સાબુદાણા, ઈડલી ઢોસા જેવી વસ્તુઓનો સમાવેશ કરો. ડાયટમાં મગ, તુવેર અને અડદની દાળનો પણ સમાવેશ કરો. આ બધી વસ્તુઓ તમારા પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે પણ કોઈ પણ સમસ્યા શરીરમાં સર્જાય ત્યારે વ્યક્તિએ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.