Site icon Revoi.in

કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડોઃ છેલ્લા 24 કલાકમાં 2,541 કેસો નોંધાયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં જ્યાં એક તરફ કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોઈ શકાય છે ત્યા બીજી તરફ દેશની રાજધાની દિલ્હી સહીત હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં કોરોનાના કેસોમાં સામાન્ય વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે જેને કારણે હવે દૈનિક કેસો જે એક સમયે 700 કે 800ની વચ્ચે નોંધાતા હતા તે હવે 2 હજાર 500ને પાર પહોચ્યા છે. જેને લઈને રાજ્ય સરકારે ફરી કોરોનામાં માસ્ક ફરજિયાત કર્યું છે.

આ સાથે જ જો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો તે આંકડો 2 હજાર 541 જોવા મળી રહ્યો છે.આ સાથે જ કોરોનાના કેસોમાં નવિતેલા 24 કલાકની સરખામણીમાં 2 ટકાનો ઘટાડો થયો છે,જ્યારે આ સમયગાળા દરમિયાન આ વાયરસને કારણે 30 લોકોના મોત થયા છે.

આ બાબતે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 16 હજાર 522 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1 હજાર 862 લોકોએ કોરોનાને માત આપીને સાજા થયા છે અને અત્યાર સુધીમાં દેશમાં કુલ 42 કરોડ 52 લાખ 13 હજાર 41 લોકો કોરોનાથી સાજા થયા છે.

જો કોરોના વિરોધી વેક્સિનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3 લાખ 64 હજાર 210 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ રાજ્ય કોરોના રસી લાગુ કરવામાં સૌથી આગળ છે. યુપી એકમાત્ર રાજ્ય છે જેણે 31 કરોડથી વધુ રસીના ડોઝ આપ્યા છે.રાજધાની દિલ્હીમાં થોડા દિવસોથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને સતત ત્રીજા દિવસે 1 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. તે જ સમયે, દિલ્હીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 4 હજારની નજીક પહોંચી ગઈ છે.જેને લઈને દૈનિક નોંધાતા કેસો વધતા જોવા મળ્યા છે.

Exit mobile version