Site icon Revoi.in

જર્મન સિંગરે ગાયું મહાત્મા ગાંધીનું પ્રિય ભજન,પીએમ મોદીએ કર્યું શેર

Social Share

દિલ્હી : આજે આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આ પ્રસંગે જર્મન સિંગર કૈસમીએ મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ગીત ગાયું અને શેર કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ વીડિયો પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે, જેને ઈન્સ્ટાગ્રામ પર સ્પિટમેને પોસ્ટ કર્યો હતો. આ વિડિયોમાં તેમણે કહ્યું હતું કે, “ગાંધીજીના વિચારો દુનિયાભરના લોકો સાથે જોડાયેલા છે!”

ગયા મહિને તેમના મન કી બાત રેડિયો શોમાં પણ મોદીએ ભારતીય સંગીત અને સંસ્કૃતિ પ્રત્યેના તેમના જુસ્સા માટે સ્પિટમેનની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રને પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું, “ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંગીત હવે વૈશ્વિક છે. વિશ્વભરમાં વધુને વધુ લોકો તેમની તરફ આકર્ષિત થઈ રહ્યા છે.” આ શો દરમિયાન તેઓએ સ્પિટમેન દ્વારા ગાયેલું એક ભારતીય ગીત પણ વગાડ્યું હતું.

મહાત્મા ગાંધીની જન્મજયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીના અહિંસા અને સહિષ્ણુતાના મૂલ્યોનું સન્માન કરવા માટે આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ 154મી ગાંધી જયંતિ છે.

આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Exit mobile version