Site icon Revoi.in

જર્મનીથી ભારતને ઓક્સિજન પ્લાન્ટની મળી મદદઃ- પ્રત્યેક દિવસે 4 લાખ લીટર ઓક્સિજનનું થશે ઉત્પાદન

Social Share

દિલ્હીઃ-દેશમાં કોરોનાની રફ્તાર ઓછી થવાનું નામ નથી લઈ રહી, દિવસેને દિવસે સંક્રમિતોની સંખ્યા વધતી જ જઈ રહી છે,વધતા જતા કોરોનાના દર્દીઓને લઈને તબીબી સેવાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે જેને લઈને કોરોના સંક્રમિતોને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આવી સ્થિતિમાં સૌ કોઈ દેશની મદદે આવી રહ્યું છે, વિદેશોથી ભારતને ઓક્સિજન, વેન્ટિલેટ ,વેક્સિન અને દવાઓ સહીતની અનેક તબીબી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે હવે દજર્મની પણ ભારતની મદદે આવ્યું છે.

જર્મનીએ ભારતને ઓક્સિજન પ્લાન્ટ મોક્લ્યા છે, આ મેગા મોબાઈલ ઓસ્કિજન જનરેશન એન્ડ ફિલિંગ પ્લાન્ટના માધ્યમથી દરરોજ 4 લાખ લીટર ઓક્સિજનનું ઉત્પાદન થઈ શકશે, જર્મન દૂતાવાસે આપેલી માહિતી અનુસાર, ભારત કોરોનાની મોટી લડાઈ લડી રહ્યું છે,બીજી લહેરના કારણે સ્થિતિ બેકાબુ જોવા મળી રહી છે.આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ભારત અને ત્યાના લોકોની મદદે વિશ્વભરના દેશઓ મદદ માટે આગળ આવી રહ્યા છે.

આ બાબતે સહકાર આપવા માટે પોતાના વટનને ધ્યાનમાં રાખતા યૂરોપિયન યૂનિયન, જર્મની અને જર્મન ફએડરલ રાજ્ય ભારતની આ સંકટ સ્થિતિમાં મમદ કરવા માટે આગળ આવી રહ્યા છે, ભારત અને જર્મીની વચ્ચે ગાઢ મિત્રતા છે,ત્યારે ભારતના આ કઠીન સમયમાં જર્મની ભારતના પડખે ઊભુ છે,આ સાથે જ જર્મનીએ ભારતને ઓક્સિજન પ્લાન્ટની સાથે સાથે કેટલાક તબીબી ઉપકરણો મોકલ્યા છે,

દૂતાવાસે આપેલી માહિતી પ્રમાણે. જર્મનીથી આવેલા ઓક્સિજન પ્લાન્ટને દિલ્હીના સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ હોસ્પિટલ કેન્ટમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ભારતમાં ઓક્સિજનના અભાવને પહોંચી વળવા આ ખૂબ જ મદદગાર સાબિત થશે. પ્લાન્ટ સ્થાપિત કરવામાં માત્ર બે દિવસનો સમય લાગશે. આ પ્લાન્ટ દ્વારા ઓક્સિજન સિલિન્ડર પણ ભરી શકાય છે.

પ્લાન્ટ ઇન્સ્ટોલેશન માટે 13 જર્મન પેરામેડિકલ સ્ટાફ પણ સાથે આવ્યા છે,જે આ પ્લાન્ટની દેખભાળ કરશે ત્યાર બાદ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી તે રેડ ક્રોસ સોસાયટીને સોંપવામાં આવશે. જર્મનનો સ્ટાફ આ પ્લાન્ટના સંચાલનમાં ભારતીય સંરક્ષણ જવાનોને પણ તાલીમ આપશે.આ પહેલા પણ જર્મન એરફોર્સ 1 મેના રોજ ખાસ ફ્લાઇટ દ્વારા વેન્ટિલેટર અને આરોગ્ય ઉપકરણો ભારત મોકલ્યા છે.