Site icon Revoi.in

ગદર-2 નું ધમાકેદાર ટીઝર આ દિવસે થશે રિલીઝ !

Social Share

મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ કલાકારો સની દેઓલ અને અમીષા પટેલની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ગદર-2’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પઠાણ પછી જો ફેન્સ કોઈ ફિલ્મની રાહ જોઈ રહ્યા હોય તો તે માત્ર ‘ગદર-2’ છે. આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2001માં આવ્યો હતો. તે જ સમયે, આ ફિલ્મ વિશે એક મોટા સમાચાર આવ્યા છે, જેના વિશે ફેન્સ ખૂબ જ ખુશ છે.

રિપોર્ટ અનુસાર, સલમાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે રિલીઝ થઈ રહી છે, આ અવસર પર સની દેઓલ પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. રિપોર્ટ્સ અનુસાર, ‘ગદર 2’નું ટીઝર સલમાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન સાથે જોડવામાં આવશે. આનાથી ફેન્સ ખૂબ જ ખુશ છે. ગદર 2 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ હાલમાં પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે. ફિલ્મ ‘પઠાણ’ની સાથે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

દિગ્દર્શક-નિર્માતા અનિલ શર્મા દ્વારા નિર્દેશિત અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત, નવી ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ‘ગદર 2’માં ખૂબ જ લોકપ્રિય અભિનેતા મનીષ વાધવા ‘ગદર 2’માં વિલનની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. ‘ગદરઃ એક પ્રેમ કથા’ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી, જેની વાર્તા દેશના ભાગલા પર આધારિત હતી. આ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી.

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે રિલીઝ થવાની છે.’કિસી કા ભાઈ કિસી કી જાન’માં સલમાન ખાન સાથે વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ જેવા કલાકારો છે. ફિલ્મમાં શહનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર પણ છે. આ સિવાય સલમાન જલ્દી જ ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે.

Exit mobile version