Site icon Revoi.in

ગીર સોમનાથ: આંબળાશ ગામમાં સિંહ જોવા મળ્યા, ગાયના વાછરડાનો કર્યો શિકાર

Social Share

ગીર સોમનાથ: સૌરાષ્ટ્રમાં ફરીવાર સિંહ ગ્રામ્ય વિસ્તારોની હદમાં જોવા મળ્યા છે. આ વખતે તાલાલા તાલુકાના આંબળાશ ગામમાં સિંહણ દ્વારા વાછરડાનું મારણ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ જોવા મળી રહ્યા છે. ક્યારેક સિંહ ખેતરોમાં જોવા મળે છે તો ક્યારેક રસ્તાઓ પર. આ કારણો સર લોકોમાં હવે ભયનો માહોલ વધતો જાય છે.

સિંહણ દ્વારા વાછરડાનું મારણ કરાતા આબળાશ ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો છે..અવારનવાર સિંહો શિકારની શોધમાં ગામડામાં ઘૂસી આવે છે.જેથી, લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાઈ છે.

જો કે ભગવાનની દયાથી ક્યારેય એવી ઘટના સામે આવી નથી કે ક્યારેય જંગલી જનાવર દ્વારા માણસ પર હૂમલો કરવામાં આવ્યો હોય અથવા કોઈ સિંહ કે તેવા જંગલી પ્રાણીનો શિકાર બન્યા હોય. પણ આ પ્રકારની ઘટનાઓ બનતા હવે લોકોમાં ભયનો માહોલ બને તે વાત પણ સામાન્ય છે.