Site icon Revoi.in

ગીર સોમનાથ: લોઢવા ગામના ખેડૂતોની મનમાની કે મજબૂરી?, પોતાના પાકના ભાવ જાતે નક્કી કર્યા

Social Share

ગીર સોમનાથ: લોઢવા ગામના ખેડૂતોએ ફરી એકવાર નવી પહેલ કરી છે. ખેડૂતોએ બેઠક યોજી પોતાના જ પાકના ભાવ નક્કી કર્યા છે. આવનાર દિવસોમાં ખેડૂતોના પાક ઘઉં અને ચણા માર્કેટમાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોના અનાજમાં વેપારીઓ લૂંટ ન ચલાવે તે હેતુથી ખેડૂતોએ જાતે જ પોતાના પાકના ભાવ નક્કી કર્યા છે.

ખેડૂતોએ પોતાના 20 કિલો ઘઉંના 405 રૂપિયા ભાવ નક્કી કર્યા છે,જ્યારે 20 કિલો ચણાના 1046 રૂપિયા ભાવ નક્કી કર્યા છે. ત્યારે પોતાના પાકનો એકવાર ભાવ નક્કી કર્યા બાદ લોઢવા ગામના ખેડૂતોને આશા છે કે,ફરી એક વખત ઘઉં અને ચણાના પાકના ભાવમાં દરેક ખેડૂતોને ફાયદો મળશે.સાથે લોઢવા ગામના ખેડૂતોએ ગુજરાતના તમામ ખેડૂતોને સહકાર આપવા અને જાતે જ ભાવ નક્કી કરી અનાજ વહેંચવા અપીલ પણ કરી છે.

લોઢવા ગામના ખેડૂતોએ ચોમાસામાં ઉત્પાદન થયેલ મગફળીના પણ ભાવ જાતે જ નક્કી કર્યા હતા અને મગફળીના 11 રૂપિયામાં 20 કિલોના ભાવે વહેંચી હતી અને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો.

ખેડૂતોનું કહેવું છે કે,આ ભાવની નીચે પોષાય તેમ નથી અને આ ભાવથી નીચા ભાવે ગામના એક પણ ખેડૂતે પોતાનો પાક વેપારીઓને આપવાનો થતો નથી અને જો કોઈ કારણસર ગામના ખેડૂતને તાત્કાલિક રૂપિયા અથવા અન્ય કોઈ મદદની જરૂર હોય તો ગામના અન્ય ખેડૂતો તેમને આર્થિક મદદ કરશે.પણ પાક સસ્તા ભાવે આપવાનો થતો નથી.

Exit mobile version