1. Home
  2. Tag "FARMER"

જીપ્સમનો ઉપયોગ કરીને પડતર જમીનને બનાવી શકાય ફળદ્રુપ

નવી દિલ્હીઃ દેશમાં લગભગ 71 લાખ હેક્ટર જમીન દુષ્કાળથી પ્રભાવિત છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં લગભગ 13 લાખ હેક્ટર જમીન પડતર છે. આવી ઉજ્જડ જમીનોમાં ઉત્પાદન નહિવત હોય છે અને ઘણી વખત ખાલી રહે છે. જો કે હવે ખેડૂતો જાગૃત બનીને આવી જમીન પર ઉત્પાદન લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જીપ્સમનો ઉપયોગ કરીને આવી જમીનને ફળદ્રુપ બનાવી […]

આત્મનિર્ભર ભારતનું સર્જન કર્યા વિના વિકસિત ભારત શક્ય નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ ‘સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના’ના પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, જે 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)માં થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પહેલ હેઠળ ગોડાઉનો અને અન્ય […]

ખેડૂત પ્રદર્શન મામલે આંદોલનકારી ખેડૂતો સાથે સરકારે કરી બેઠક

નવી દિલ્હીઃ સરકાર ખેડૂત આંદોલન અંગે વાતચીત કરવાના તમામ પ્રયાસો કરી રહી છે.  ત્યારે ગઈકાલે રાત્રે  કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાવે ખેડૂતો સાથે ત્રીજી બેઠક યોજી હતી. આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ થયા હતા. આ બેઠક દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી અંગે […]

ગુજરાતઃ ત્રણ વર્ષમાં આશરે 9 લાખથી વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના ત્રીજા દિવસે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના અંદાજપત્રમાં વિકાસની સાથે સમાજના દરેક વર્ગને ન્યાય આપીને સામાજિક ઉન્નતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ‘ન્યુનત્તમ સરકાર અને મહત્તમ સુશાસન’ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે ગુજરાત […]

ગુજરાત: કુલ 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર

અમદાવાદઃ રાજ્યમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. એટલા માટે જ, રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ […]

ગુજરાતમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદને પગલે મૃત્યુઆંક વધી 24 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલને પગલે ઠંકડ ફેલાઈ છે. બીજી તરફ રાજ્યમાં રવિવારે જોરદાર વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વખતે વિજળી પડવાની ઘટનાઓ બની હતી. જેમાં 24થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. તેમજ કમોસમી વરસાદને પગલે ખેડૂતો […]

મોદી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, રવી પાકોની MSP માં વધારો કર્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ ફરજિયાત રવી પાકો માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. સરકારે માર્કેટિંગ સીઝન 2024-25 માટે રવી પાકોની એમએસપીમાં વધારો કર્યો છે, જેથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયક કિંમતો સુનિશ્ચિત કરી શકાય. એમએસપીમાં સૌથી વધુ વધારાને મંજૂરી મસૂર માટે ક્વિન્ટલદીઠ […]

ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને મળશે બહોળું રક્ષણ

ભારત સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનના નિર્ધારને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર હરહંમેશથી પ્રયત્નશીલ રહી છે. રાજ્યના ખેડૂતોને પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત અને સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. […]

ગુજરાતઃ ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર કરાઈ

અમદાવાદઃ ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદામાં સુધારો કરવા રજૂઆતો મળી હતી. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે […]

ગાંધીનગરઃ અત્યાર સુધીમાં ખરીફ પાકનું 92 ટકા વાવેતર, કપાસ અને બાજરીનું વાવેતર વધ્યું

અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે અને આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન ગાંધીનગરમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 92 ટકા જેટલુ ખરીફ પાકનું વાવેતર થયું છે. આ વર્ષે સૌથી વધારે વાવેતર કપાસ, બાજરી, જુવાર, તુવેર અને મઠનું થયું છે. ગાંધીનગર જિલ્લામાં હજુ ખરીફ પાકનું વાવેતર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code