1. Home
  2. Tag "FARMER"

દેશમાં ખેડૂતો અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી, 59 લાખ હેકટરમાં પ્રાકૃતિક ખેતી

નવી દિલ્હીઃ દેશમાં ખેતીને અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે ખેતીમાં વધારો થાય તે દિશામાં મોદી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે એટલું જ નહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી […]

મહેનત રંગ લાવીઃ તેલંગાણાનો આ ખેડૂત 40 દિવસમાં ટામેટાં વેચીને બન્યો કરોડપતિ, મુખ્યમંત્રીએ પણ કર્યું સન્માન

તેલંગાણાનો  આ ખેડૂત બન્યો કરોડપતિ 40 દિવસમાં ટામેટાં વેચીને બન્યો કરોડપતિ  મુખ્યમંત્રી દ્વારા તેમનું થયું સન્માન હૈદરાબાદ: દેશમાં ટામેટાંના ભાવમાં જોરદાર ઉછાળાએ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું છે ત્યારે આ વર્ષે ટામેટાંની ખેતી કરતા ખેડૂતો પૈસાદાર બન્યા છે. મહારાષ્ટ્ર બાદ હવે તેલંગાણાનો એક ખેડૂત ટામેટાં વેચીને કરોડપતિ બની ગયો છે. હકીકતમાં, તેલંગાણાના મેડક જિલ્લાના મહિપાલ […]

ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર

અમદાવાદઃ સરકારે ટ્રેક્ટર ખરીદી માટે 62,500 ખેડૂતોને રૂ.375 કરોડની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે. 52,516 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ.315.09 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી […]

ખરીફ ઋતુ માટે ખાતર પર કેન્દ્ર સરકારે રૂ. 1.08 કરોડની સબસિડી ફાળવી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખરીફ ઋતુ માટે ખાતર પરની સબસિડી માટે એક લાખ આઠ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કારોબારીની બેઠક બાદ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ખાતરના ભાવમાં વધારો કરવામાં આવશે નહીં અને ખેડૂતોને પોષક તત્વો આધારિત ખાતર તે જ કિંમતે મળતા રહેશે. ખાતર […]

ગુજરાતમાં માવઠાંના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરાયું

અમદાવાદઃ રાજયમાં માર્ચ-2023 માસમાં વિવિધ જિલ્લાઓમાં પડેલ કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. અસરગ્રત ખેડુતોને સહાયભૂત થવા રાજય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર […]

કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી, કેસર કેરીના ભાવમાં 50 ટકાનો ઘટાડો

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હાલ બજારમાં ફળોના રાજા કેરીની જંગી આવક થઈ રહી છે. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે કેરીના પાકને પણ નુકશાન થયું હતું. એટલું જ નહીં માર્ચ અને એપ્રિલ મહિનામાં પડેલા કમોસમી વરસાદને પગલે કેરીના ભાવને પણ અસર થઈ છે. ગણતરીના દિવસોમાં જ કેસર કેરીના ભાવમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રની […]

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યારસુધીની સૌથી વધુ સહાય: ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ […]

માવઠાંનો મારઃ અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે દરમિયાન આજે અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરો-નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામં મુકાયાં છે. દરમિયાન રાજકોટના ગોંડલમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ હોવાનું જાણવા મળે છે. રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી. […]

પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો ખેડૂતોને મે મહિનામાં મળશે

નવી દિલ્હીઃ દેશમાં ગરીબ અને ખેડૂતોનું જીવન ધોરણ સુધરે તે માટે વર્તમાન મોદી સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે, એટલું જ નહીં આ યોજનાઓનો લાભ જરુરીયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને દર વર્ષે પીએમ કિસાન યોજના હેઠલ રૂ. 6 હજારની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી રૂ. બે […]

મોરવા હડફમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ કરીને SOG એ ખેડૂતને ઝડપી લીધો

અમદાવાદઃ રાજ્યમાં નશાનો કાળો કારોબાર કરનાર માફિયાઓ અને પેડલરોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અવાર-નવાર માદક દ્રવ્યોના જથ્થા સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવે છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્રએ ડ્ર્ગ્સના નેટવર્કને તોડી પાડીને યુવાનોને નશાના રવાડે અટકાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code