1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સમાચાર સાંભળી લોકોની સુધરી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર
સમાચાર સાંભળી લોકોની સુધરી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર

સમાચાર સાંભળી લોકોની સુધરી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર

0
Social Share

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને થોડી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા બુધવારે ઘટી ગયા છે. એલપીજીના રેટમાં ઘટાડો ફક્ત કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં આ મહિને કોઇ ફેરફાર થયો નથી.

આઇઓસીના અનુસાર દિલ્હીમાં 19 કિલોવાળા ઇન્ડેનના એલપીજી સિલિન્ડર એક મહિના એટલે કે આજથી 1764.50 રૂપિયાની જગ્યાએ 1745.50 રૂપિયામાં મળશે. માર્ચ 1795 રૂપિયા મળી રહ્યું છે.

મુંબઇમાં હવે આ1717.50 રૂપિયાના બદલે 1698.50 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે 1930.00 રૂપિયાના બદલે 1911 રૂપિયામાં ઉપલબ્ધ થશે, આગરાથી અગરતલા અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

લખનઉ ઘરેલુ એલપીજી સિલિન્ડર 840.5 રૂપિયામાં મળશે. રાજસ્થાનના જયપુરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 806.50 રૂપિયા છે, ગુરુગ્રામમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 811.50 રૂપિયા પર સ્થિર છે. પંજાબના લુધિયાણામાં ઘરેલુ સિલિન્ડરનો ભાવ 829 રૂપિયા છે. બિહારના પટનામાં ઘરેલું સિલિન્ડર તેના જૂના 901 રૂપિયાના દરે મળશે.

ક્યારે ક્યારે ઘટ્યા ભાવ
આ પહેલાં મહિલા દિવસે મોદી સરકારે ઘરેલૂ સિલિન્ડરના ગ્રાહકોને મોટી ભેટ આપી હતી. આ દિવસે છ મહિનામાં બીજીવાર એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. રક્ષાબંધન પર એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ સરકારે માર્ચમાં ઘરેલુ સિલિન્ડરના ભાવ 100 રૂપિયા ઓછા કરી દીધા હતા. 14 કિલોવાળા સિલિન્ડર દિલ્હીમાં 803 રૂપિયા થઇ ગયા. આજે પણ આ રેટ પર મળી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code