Site icon Revoi.in

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં યુવતીઓએ દેશનું ગૌરવ વધાર્યું,  નીતુ ખાંઘાએ રચ્યો ઈતિહાસ સ્વીટી બૂરાને ગોલ્ડ મેડલ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

Social Share

 

દિલ્હીઃ- વિતેલા દિવસને શનિવારના રોજ  દિલ્હીમાં IBA વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓનો દબદબો જોવા મળ્યો છે છેલ્લા 10થી દિવસથી અહી બોક્સિંગ ચેમ્પિયનશીપ ચાલી રહી છે ત્યારે મહિલાઓના  પ્રભાવશાળી પ્રદર્શનથી ભારતને ગૌરવ પ્રાપ્ત થયું છે. 

ભારતીય બોક્સર નીતુ ઘંઘાસ અને સ્વીટી બૂરાએ બુરાએ 75-81 કિગ્રાની ફાઇનલમાં ચીનની વાંગ લીના સામે ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે.લાઇટ હેવીવેઇટ બોક્સરે તેના ચાઇનીઝ પ્રતિસ્પર્ધી સામે પ્રભાવશાળી પ્રદર્શન કરીને મુકાબલો 4-3 થી જીત્યો હતો જેને લઈને દેશના પ્રધાનમંત્રી  મોદીએ અભિનંદન પાઠવ્યા હતા ભારતના આ શાનદાર પ્રદર્શન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સરોને અભિનંદન પાઠવ્યા છે.

નીતુ ઘંઘાસે આજે પ્રથમ જીત મેળવીને ભારતને વુમન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસનો  11મો ગોલ્ડ મેડલ જીતાડ્યો . સ્વીટીએ ભારતને વુમન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસનો 12મો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. આ સાથે જ આજે ભારતીય બોક્સરો એ વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 40 મેડલ જીત્યા છે.

સ્વીટીએ પ્રથમ રાઉન્ડની શરૂઆત શાનદાર શૈલીમાં કરી હતી. ત્યાર બાદ તેણે મે 3-2થી જીતી લીધી. ભારતીય બોક્સરે આ જ રીતે બીજા રાઉન્ડની શરૂઆત કરી, હુમલો કરતા પહેલા વાંગ લીનાની શરૂઆતની રાહ જોઈ. આ દરમિયાન તેને સીધો ઝટકો પણ લાગ્યો, પરંતુ પરિણામ સ્વીટીની તરફેણમાં આવ્યું.

આ રીતે ભારતની બે દીકરીઓએ બોક્સિંગ રિંગમાં  ગોલ્ડન પંચ મારીને ભારતનો ગૌરવ અપાવ્યું હતું. ભારતની બોક્સર નીતુ ઘંઘાસે 48kg અને સ્વીટી બુરાએ 81 kg કેટેગરીની ફાઈનલ મેચમાં જીત મેળવી ઈતિહાસ રચ્યો છે.