Site icon Revoi.in

જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા 14 નવેમ્બરથી ઉતારા મંડળ દ્વારા પરંપરાગત રીતે યોજાશે

Social Share

અમદાવાદ: જુનાગઢમાં આગામી 14 નવેમ્બરથી ઉતારા મંડળ દ્વારા માત્ર પરંપરાગત રીતે ગિરનાર પરિક્રમાં યોજાશે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે સ્થગિત ગિરનાર પરિક્રમાં આ વર્ષે પણ ઉતારા મંડળ દ્વારા માત્ર પરંપરાગત રીતે યોજાશે.

ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમી ગિરનાર પરિક્રમમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉતારા મંડળ દ્વારા સાધુ સંતો અને અધિકારીઓને સાથે રાખીને પરંપરાગત રીતે યોજાશે.તેમજ ગિરનાર રોપવેના ચાર્જ ખુબજ ઊંચા હોય તેને ઘટાડવા પણ અપીલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ગિરનારની પરિક્રમાને લોકો પવિત્ર ગણ છે અને ત્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આવે છે. તંત્ર દ્વારા તે પણ ધ્યાન રાખવામાં આવશે કે લોકો કોરોનાવાયરસને લઈને બેદરકારી ન કરે.

ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ 9999 પગથિયા છે, પણ ખરેખર કદાચ 11000 પગથિયા છે.