Site icon Revoi.in

વિધાનસભાની 2017ની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી તે મોટી ભૂલ હતીઃ અશોક ગેહલોત

Social Share

પાટણઃ  જિલ્લાના રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા 22 કરોડના ખર્ચે લોકો માટે મફતમાં સેવા મળી રહે તે માટે હોસ્પિટલનું નિર્માણ કરાયુ છે. હોસ્પિટલનું લોકાર્પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ગેહલોતે જણાવ્યું હતું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મારાથી એક ભૂલ થઈ હતી. 2017ના વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પોતે કોંગ્રેસના પ્રભારી હતી અને તત્કાલિન સમયે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી એ મારી મોટી ભૂલ હતી. અમારાથી ઉધારમાં લાવેલા નેતાને ટિકિટ આપવી એ અમારી મોટી ભૂલ હતી. ઉધારનો નેતા ઉધારનો જ હોય છે. ખરેખર રઘુભાઇ 2017થી જ ટિકિટના સાચા દાવેદાર હતા, પણ બાય ઇલેક્શનમાં તમે રઘુભાઈને જીતાડી રાધનપુરની જનતાએ ખુબજ સુંદર કામ કર્યું છે.

રાધનપુરમાં કોંગ્રેસ દ્વારા હોસ્પિટલના લોકાર્પણ બાદ મહાસભા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો અશોક ગેહલોતને સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ગેહલોતે આપના નેતા કેજરીવાલ પર પ્રહાર કરીને ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે તેવો દાવો કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાધનપુરમાં એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હાજર રહ્યા હતા. તેમની સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી સહીત અન્ય હોદ્દેદારો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસની સભામાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા.અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો રાજસ્થાનમાં ચાલતી તમામ લોક ઉપયોગી યોજનાઓ અમલમાં લાવવામાં આવશે. ઊંઝામાં કેજરીવાલે કોંગ્રેસ અંગે કરેલી ટિપ્પણીનો પણ અશોક ગેહલોતે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, કેજરીવાલને બોલવાનું કોઈ ભાન નથી.

Exit mobile version