Site icon Revoi.in

જ્ઞાનવાપી: HCએ 6 ફેબ્રુઆરી સુધી ભોંયરામાં પૂજા પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર, શાંતિપૂર્ણ રીતે નમાજ થઈ સંપન્ન

Social Share

પ્રયાગરાજ: જ્ઞાનવાપીમાં વ્યાસજી ભોંયરામાં પૂજા પર રોક લગાવવાનો અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્કાર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં પૂજા પર રોક લગાવવાના ઈન્કાર બાદ હવે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ ચુકી છે. સુપ્રીમ કોર્ટે વારાણસીની જિલ્લા કોર્ટના આદેશ વિરુદ્ધ અંજૂમન ઈન્તેજામિયા કમિટીને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે વારાણસી કોર્ટના એ આદેશને પડકારનારી જ્ઞાનવાપી મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરી છે, જેમાં હિંદુ પક્ષોને મસ્જિદના દક્ષિણ ભાગના ભોંયરામાં પૂજાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આમા અંજૂમન ઈન્તજામિયા મસાજિદ કમિટીને હાઈકોર્ટમાંથી કોઈ તાત્કાલિક રાહત મળી નથી. હાઈકોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી 17 જાન્યુઆરીના આદેશને પડકારવામાં નહીં આવે, કંઈ કહી નહીં શકાય. કોર્ટે સ્ટે માટેની અરજીને ફગાવી દીધી અને મસ્જિદ સમિતિને 6 ફેબ્રુઆરી સુધી પોતાની અપીલમાં સંશોધન કરવા માટે જણાવ્યું છે. હવે આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે થશે.