Site icon Revoi.in

GNFC દ્વારા 30 ટન ઓક્સિજન કોવિડ હોસ્પિટલોને મફતમાં અપાશે

Social Share

વડોદરાઃ  રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે ભરૂચમાં હાલમાં કોવિડ મહામારીને પહોંચી વળવા જીએનએફસી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 30 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. મેડિકલ ગ્રેડનો આ ઓક્સિજન ફ્રીમાં આપવામાં આવશે. રાજ્ય અને દેશના નેતૃત્વ દ્વારા માંગેલા સહયોગને પહોંચી વળવા જીએનએફસી દ્વારા પહેલ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મેડિકલ ગ્રેડના ઓક્સિજનની માંગને પહોંચી વળવા એર સેપરેશન યુનિટમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે .જીએનએફસીનાં સૂત્રઓ જણાવ્યું હતું કે, કંપનીમાં તારીખ 19 એપ્રિલથી રોજિંદા 10 હજાર લીટર ઓક્સિજનના ઉત્પાદનની શરૂઆત કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યારે દિવસમાં 30 ટન એટલે કે 3 હજાર સિલિન્ડરની ક્ષમતા સાથેનું ઉત્પાદન શરૂ કર્યું છે. કયુપીએલ આ પ્રયાસોનો ઉદ્દેશ નાઇટ્રોજનના પ્લાન્ટને કન્વર્ટ કરીને હોસ્પિટલોનું ભારણ હળવું કરવામાં અને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થવાનો છે. એનાથી ઓક્સિજનના પુરવઠાનું પરિવહન કરવા, ટેંકર્સ દોડાવવા વગેરે જેવી મોટી સમસ્યાઓનું સમાધાન કરવામાં પણ મદદ મળશે. જીએનએફસીએ મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં આ કન્વર્ટ કરેલા પ્લાન્ટમાંથી હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પડાશે.

આ ઉપરાંત અંકલેશ્વરમાં હવે યુપીએલ ગ્રુપ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે. ઓક્સિજન પ્લાન્ટ હોસ્પિટલમાં જ ઉભો કરી કોરોના મહામારીમાં ઓક્સિજન ની ઉભી થયેલી સમસ્યાને પહોંચી વળવા માટે તંત્રને મદદરૂપ થશે. ગુજરાત-મધ્યપ્રદેશની ચાર હોસ્પિટલમાં યુપીએલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપાશે. કંપની ગુજરાતમાં એના ચાર નાઇટ્રોજન ઉત્પાદન પ્લાન્ટમાં ફેરફાર કરીને ઓક્સિજનનું ઉત્પાદન કરશે. આ ઇનોવેશન આઇસીયુ સહિત 200 થી 250 બેડની હોસ્પિટલને ઓક્સિજનને પૂરો પાડવામાં મદદરૂપ થશે