Site icon Revoi.in

પેસેન્જરો નહીં મળવાને કારણે ગો ફર્સ્ટ એરલાઈન્સ સુરત એરપોર્ટ પરના ઓપરેશન 1 જુલાઈથી બંધ કરશે

Social Share

સુરતઃ રાજકોટમાં એર ટ્રાફિકમાં વધારો થતાં નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે, જ્યારે સુરતમાં એર ટ્રાફિકમાં ઘટાડો થતાં ગો ફર્સ્ટ એરલાઈને 1લી જુલાઈથી ઉડ્ડાન બંધ કરવાનો નિર્ણય લીધો છે. ડોમેસ્ટિક એરલાઈન ગો ફર્સ્ટ દ્વારા ઓછા પેસેન્જર લોડના કારણે સુરત એરપોર્ટ પરના પોતાના તમામ ઓપરેશન બંધ કર્યા હોવાની વિગતો સામે આવી છે.પહેલી જુલાઈથી ઓગસ્ટના બીજા અઠવાડિયા સુધી ગો ફર્સ્ટ એરલાઈનના સુરત એરપોર્ટ પરના તમામ ઓપરેશન બંધ રહેશે. સુરતથી પૂના, બેંગ્લોર અને દિલ્હીની ફ્લાઈટ્સ હંગામી ધોરણે બંધ રહેશે. જો કે, ભવિષ્યમાં યોગ્ય પેસેન્જર લોડ મળશે એટલે આ સેવાઓ ફરીથી શરુ કરવામાં આવશે.

એરપોર્ટ ઓથોરિટીના  સૂત્રોએ જણાવ્યું હતું કે,  ગો ફર્સ્ટ એરલાઈન દ્વારા હાલ સુરતથી બેંગ્લોર, પૂના અને દિલ્હી માટેની ફ્લાઈટ ઓપરેટર કરવામાં આવે છે. દરમિયાન પેસેન્જર્સનો ઓછો લોડ હોવાથી ગો ફર્સ્ટ એરલાઈન દ્વારા સુરત એરપોર્ટ પરના તમામ ઓપરેશન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી પહેલી જુલાઈથી 11 ઓગસ્ટ સુધી સુરત એરપોર્ટ પરથી હંગામી ધોરણે તમામ ઓપરેશન બંધ કરાશે. ઓછા પેસેન્જર લોડના કારણે હાલ ગો ફર્સ્ટ એરલાઈન દ્વારા સુરતથી પેસેન્જરોનું બુકિંગ લેવાનું પણ બંધ કરવામાં આવ્યું છે.

ગો ફર્સ્ટના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતથી  ઓછા પેસેન્જર લોડના કારણે કોઈ પણ સેક્ટરની ફ્લાઈટ ચલાલવી ખૂબ જ કઠિન છે. એટલું જ નહીં કોરોના મહામારી બાદ એવિએશન ઈન્ડસ્ટ્રીઝને પણ માર પડ્યો હતો. જેથી તેને સંતુલિત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. જો કે, હાલ સુરત એરપોર્ટ પરના તમામ ઓપરેશન હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ભવિષ્યમાં પેસેન્જરનો લોડ યોગ્ય પ્રમાણમાં મળશે ત્યારે આ સેવાઓ ફરી શરુ કરવામાં આવશે. મહત્વનું છે કે, કોરોના મહામારી દરમિયાન એવિએશન ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડ્યો છે. એવિએશન ઈન્ડસ્ટ્રીઝ હાલ બેઠુ થવાના પ્રયાસો કરી રહ્યું છે. સુરત જેવા અનેક સેક્ટર એવા છે કે, જ્યાં પેસન્જર્સનો ધસારો ઓછો જોવા મળી રહ્યો છે. ઓછા પેસેન્જર લોડના કારણે જ ગો ફર્સ્ટ એરલાઈને સુરત એરપોર્ટ પરના તમામ ઓપરેશન હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.