1. Home
  2. Tag "Surat Airport"

સુરતના એરપોર્ટ પર શારજાહની ફ્લાઈટ રનવે પર પાર્ક કરેલી ટ્રકને અડી જતાં પાંખને નુકસાન

સુરત: શહેરના ડોમેસ્ટીક એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ પ્રવાસીઓને દૂબઈ, શારજાહ સહિત અને વિદેશી ફ્લાઈટસની સેવાનો લાભ મળી રહ્યો છે. શહેરના એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઈટ બુધવારે રાત્રે લગભગ 11:15 કલાકે અકસ્માતનો ભોગ બની હતી. શારજહાંથી આવેલી ફ્લાઈટએ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ એપ્રોન એરિયામાં જઈ રહી હતી ત્યારે રન વેની બાજુમાં […]

સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ દરજ્જો મળ્યા બાદ 11 મહિનામાં 68000થી વધુ પ્રવાસીઓ નોંધાયા

સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલનો દરજ્જો મળ્યા બાદ દુબઈ સહિત વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવી છે. અને સારોએવો ટ્રાફિક પણ મળી રહ્યો છે. વર્ષ 2023-24નાં 11 મહિનામાં સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યા 68122 પર પહોંચી છે. જેમાં સુરત-શારજાહની એક અને સુરત-દુબઈની બે ફલાઈટનો સમાવેશ થાય છે. 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ઈન્ડિગો સુરત દુબઈ-સુરત ફ્લાઇટને […]

સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ દરજ્જો મળ્યા બાદ દૂબઈની વધુ એક ફ્લાઈટ 23મીથી ઉડાન ભરશે,

સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલનો દરજ્જો મળ્યા બાદ નવી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ થઈ રહી છે. જેમાં દૂબઈની વધુ એક ફ્લાઈટ આગામી તા, 23મીને શુક્રવારથી ઉડાન ભરશે. ત્યારબાદ આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ બુધવાર, શુક્રવાર અને રવિવારે સુરતથી ઉડાન ભરશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં ઈમિગ્રેશનની સુવિધા નહીં હોવાથી પ્રવાસીઓને ઈમીગ્રેશન માટે જૂના અર્થાત ડોમેસ્ટિક ટર્મિનલ બિલ્ડિંગમાં […]

કેન્દ્ર સરકારે સુરતના એરપોર્ટને આપ્યો આંતરરાષ્ટ્રીય દરજ્જો, હવે વિદેશ જવા ફ્લાઈટ્સ ઉડાન ભરશે

સુરતઃ શહેરના ડોમેસ્ટીક એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો કેન્દ્ર સરકારે આપ્યો છે. હવે ઈન્ટરનેશનલ એરપોર્ટને લીધે વિદેશ જવા માટેની ફ્લાઈટ્સ ઉડાન ભરી શકશે. હાલ દુબઈ અને શારજાહની ફ્લાઈટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરશે તેવી શક્યતાઓ છે. ગુજરાતને ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે. સુરતના ડોમેસ્ટિક એરપોર્ટને હવે […]

સુરતના એરપોર્ટ પર વર્ષમાં 13 લાખ પ્રવાસીઓ નોંધાયા, નવી ફ્લાઈટ્સ શરૂ થતાં ટ્રાફિકમાં વધારો

સુરતઃ રાજ્યના આર્થિકરીતે સૌથી સમૃદ્ધ ગણાતા સુરત શહેરના એરપોર્ટ પરના પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં 13 લાખથી વધુ પેસેન્જરોએ સુરત એરપોર્ટ પરથી અવરજવર કરી છે. જેમાં ડિસેમ્બર 2023માં સૌથી વધુ 1,30,243 જેટલા મુસાફરો નોંધાયા હતા. નવી ફ્લાઈસ શરૂ કરાતા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. સુરતમાં હીરા ઉદ્યાગ અને કાપડ સહિતના ઉદ્યોગોને […]

ગુજરાતઃ સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકેનો દરજ્જો

કેન્દ્રની મોદી સરકારે દરખાસ્તને આપી મંજુરી સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવા કરાઈ હતી દરખાસ્ત સુરતના વેપાર-ઉદ્યોગને મળશે નવો વેગ અમદાવાદઃ ગુજરાતના ડાયમન્ડ સિટી ગણાતા સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેથી સુરતના પ્રવાસીઓને હવે વિદેશ જવા માટે અમદાવાદ અને મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે […]

સુરતના એરપોર્ટ પર 27 કરોડની કિંમતના 48 કિલો સોનાની ‘ગોલ્ડ પેસ્ટ’ સાથે 4 આરોપી પકડાયા

અમદાવાદઃ ગુજરાતમાં સોનાની દાણચોરીના બનાવો વધી રહ્યા છે. અમદાવાદ બાદ હવે સુરત એરપોર્ટ પર દુબઈ, શારજહાં સહિત વિદેશમાંથી મોટા જથ્થામાં સોનું લાવવાના બનાવો વધી રહ્યા છે. આથી ગેરકાયદે સોનું લાવતા શખસોને પકડવા માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) સક્રિય બન્યું છે. ત્યારે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DRIના અધિકારીઓએ વોચ ગોઠવીને ચાર શંકાસ્પદ આરોપીઓની તલાશી લેતા […]

સુરત એરપોર્ટ પરથી રૂ, 67 લાખના સોનાના બિસ્કીટ બિનવારસી હાલતમાં મળ્યાં

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છ. બીજી તરફ સોનાની દાણચોરી કરતા તસ્કરો પણ વિદેશથી વિવિધ માર્ગો સોનાની દાણચોરી માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન સુરત એરપોર્ટ ઉપરથી લાખોની કિંમતના સોનાના બિસ્કીટ બિનવારસી હાલતમાં મળી આવતા કસ્ટમના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર સુરત એરપોર્ટ ખાતે લગેજ ટ્રોલીમાંથી […]

સુરત એરપોર્ટ પર ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો

સુરતઃ મેગાસિટી ગણાતા સુરત એ સમૃદ્ધ શહેર ગણાય છે. શહેરના એરપોર્ટ પર ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી દેશના મોટાભાગના મહાનગરો સાથે એક કનેક્ટીવીટીથી જોડાયેલું છે. પ્રવાસીઓથી ધમધમતા રહેતા એરપોર્ટ પર આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ-2021ની સરખામણીમાં 2022માં પેસેન્જરોની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ માટે સુરત એરપોર્ટ ઉપર ટર્મિનલ બિલ્ડિંગ […]

સુરત એરપોર્ટ સોનાની દાણચોરીનો પર્દાફાશઃ 1.66 કરોડનું સોના સાથે 3ની ધરપકડ

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીના પરિણામે રૂ. 1.66 કરોડની કિંમતનું 3.17 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. નવેમ્બર, 2022માં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. DRI ના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે, શારજાહથી સુરત મુસાફરી કરી રહેલા 3 મુસાફરો (2 પુરૂષ અને 1 સ્ત્રી)ને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code