Site icon Revoi.in

ફરવા માટે ભારતીય લોકોની પહેલી પસંદ બન્યું ગોવા,બીજા નંબર પર મનાલી – સર્વે

Social Share

ભારતીય લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાને બદલે તેમના દેશના કોઈપણ સારા પર્યટન સ્થળોએ જવાનું પસંદ કરે છે. ગોવા ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદગીનું પર્યટન સ્થળ બન્યું છે. જ્યારે મનાલી આ મામલે બીજા નંબરે છે. OYO Travelopedia ના સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વે અનુસાર, ગોવા પછી મનાલી ભારતીયોનું બીજું પ્રિય સ્થળ છે. OYO Travelopedia એ OYO નો વાર્ષિક ગ્રાહક સર્વે છે. આમાં, Oyo ના વપરાશકર્તાઓ વચ્ચે તેમના પ્રવાસના મનપસંદ સ્થળો વિશે માહિતી લેવામાં આવે છે.

સર્વેમાં 61 ટકા ભારતીયોએ કહ્યું કે,તેઓ ઘરેલુ સ્થળોએ વેકેશન પર જવા માંગે છે. જયારે 25 ટકાએ કહ્યું,કે તેઓ સ્થાનિક સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળોની મુસાફરી કરવા માંગે છે. જો કે ભારતીયો પ્રવાસ વિશે રોમાંચિત છે, તેમ છતાં મહામારી વચ્ચે સલામતી તેમની સૌથી મોટી ચિંતા છે.80 ટકા લોકોએ કહ્યું કે, સુરક્ષા તેમના માટે ચિંતાનો વિષય છે.જો કે, તે જ સમયે, તે માને છે કે,રસીના બૂસ્ટર ડોઝથી મુસાફરીની સંભાવનાઓમાં સુધારો થશે.

મનપસંદ પ્રવાસન સ્થળોમાં ગોવા પ્રથમ ક્રમે  

જ્યાં સુધી મનપસંદ પ્રવાસન સ્થળોની વાત છે.ગોવા પ્રથમ સ્થાન પર રહ્યું છે. એક તૃતીયાંશ લોકોએ કહ્યું કે,તેઓ ગોવા જવા ઈચ્છે છે.ત્યાર બાદ અનુક્રમે મનાલી, દુબઈ, શિમલા અને કેરળનો નંબર આવે છે. ઓયોએ કહ્યું કે,જ્યારે આંતરરાષ્ટ્રીય સ્થળોની વાત આવે છે, ત્યારે ભારતીયો માલદીવ, પેરિસ, બાલી અને સ્વિટ્ઝર્લેન્ડ જવાનું પસંદ કરશે. સર્વેમાં સામેલ 37 ટકા લોકોએ કહ્યું કે,તેઓ તેમના જીવનસાથી સાથે ફરવા જવા માંગે છે. 19 ટકા લોકોએ કહ્યું કે, તેઓ તેમના મિત્રો સાથે રજાઓ ગાળવા માંગે છે.

બાલી લોકો માટે 2022નું સૌથી મનપસંદ સ્થળ

સર્વેમાં જણાવાયું છે કે,16 ટકા લોકોએ કહ્યું કે તેમને આ બધું ગમશે. ઓયો ટ્રાવેલોપીડિયા અનુસાર, ઇન્ડોનેશિયામાં બાલી 2022 માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. જ્યારે યુરોપમાં મોટાભાગના લોકોએ બાલ્ટિક સમુદ્રમાં ડેનિશ ટાપુ બોર્નહોમને સારું ગણાવ્યું હતું. નેધરલેન્ડના મોટાભાગના લોકોએ કહ્યું કે તેઓ આ વર્ષે ઑસ્ટ્રિયાની મુસાફરી કરવાનું પસંદ કરશે.