Site icon Revoi.in

દિવાળી પહેલા જ સોનાના ભાવ 50 હજારની નજીક પહોચ્યા – સોનાની ખરીદીમાં  તેજીના એંધાણ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં દિવાળીની ઘૂમધામ પૂર્વક તૈયારીઓ થઈ રહી છે હવે દિવાળઈને 2 જ દિવસની વાર છે ત્યારે સોનાના ભાવ પણ ઘટી રહ્યા છે,ઘનતેરસના દિવસે દેશભરના લોકો સોનાની ખરીદી કરતા હોય છે ત્યારે ઘનતેરલના 2 દિવસ અગાઉજ સોનાના ભાવ ઓછા થતા આવર્ષે સોનાની ખરીદીમાં તેજી આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

જાણકારી પ્રમાણે ભારતીય વાયદા બજારમાં સોનાની કિંમત 50 હજાર રૂપિયાની નીચે પહોંચી ગઈ છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં 500 રૂપિયા વધુ ઘટવા છતાં, ભાવ 56 હજાર રૂપિયાથી વધુ છે. 

ઉલ્લેખનીય છે કે રૂપિયાની સામે ડોલરમાં વધારાને કારણે વિદેશી બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 7 ડોલરથી વધુ તૂટ્યો છે. બીજી તરફ, સોનાના વાયદા પ્રતિ ઔંસ $11 કરતાં સસ્તા છે. ચાંદીના ભાવમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

આજરોજ ભારતીય વાયદા બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનામાં મંદી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ  પર સોનાની કિંમત આજે શરૂઆતના વેપારમાં 0.22 ટકા ઘટી છે. તે જ સમયે, આજે MCX પર ચાંદીનો દર 0.47 ટકા નબળો પડ્યો છે.

ભારતીય વાયદા બજારમાં સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સવારે 10 વાગ્યે સોનું 255 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઘટાડા સાથે 49,888 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન  પણ 49,880 રૂપિયા પર પહોંચી ગઈ હતી. એક દિવસ અગાઉ સોનું રૂ. 50,000 હતું, જે રૂ. 50,143 પર બંધ થયું હતું, જ્યારે આજે સવારે તે વધુ ઘટાડા સાથે રૂ. 50,069 પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યું હતું.

આ સાથે જ જો ચાંદીની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે. ચાંદીની હાજર કિંમત આજે 1.11 ટકા વધીને 18.62 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.