Site icon Revoi.in

ભારતીય ટીમ માટે સારા સમાચાર,જસપ્રીત બુમરાહની વાપસી,હવે રમશે વનડે સીરીઝ

Social Share

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુમરાહને શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે.

ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે સિરીઝ તેમના જ ઘરમાં રમવાની છે. પહેલા T20 સિરીઝ રમાશે, જેની પ્રથમ મેચ મંગળવારે (3 જાન્યુઆરી) રમાશે.આ પછી ત્રણ વનડે મેચોની સીરીઝ રમાશે.આ ત્રણ વનડે 10, 12 અને 15 જાન્યુઆરીએ રમાશે.

29 વર્ષીય જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે સપ્ટેમ્બર 2022થી ક્રિકેટથી દૂર હતો.તે ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો.ત્યારથી તે પુનર્વસન માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હતો.પરંતુ હવે NCAએ તેને ફિટ જાહેર કર્યો છે. હવે તે વનડે સીરીઝ માટે ભારતીય ટીમ સાથે જોડાશે.

જસપ્રીત બુમરાહે છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયા સામે હૈદરાબાદ ટી20 મેચમાં રમી હતી.આ મેચમાં બુમરાહે 50 રન લૂટી લીધા હતા અને તે એકપણ વિકેટ લઈ શક્યો ન હતો.તે પછી બુમરાહ પીઠના તણાવના ફ્રેક્ચરને કારણે એશિયા કપમાંથી બહાર થનાર પ્રથમ ખેલાડી હતો.ત્યારબાદ તેને ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લી ક્ષણે તેની ઈજા ફરી સામે આવી તેથી તેણે બહાર થવું પડ્યું.આ પછી હવે તેણે કમબેક કર્યું છે.

 

Exit mobile version