Site icon Revoi.in

પ્રવાસીઓ માટે સારા સમાચાર:સહેલાણીઓ હવે શનિવારે પણ તાજમહેલ જોઈ શકશે,કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી

Social Share

ઉતર પ્રદેશ :પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.સહેલાણીઓ હવે શનિવારે પણ તાજમહેલ જોઈ શકશે. પ્રવાસીઓ ફક્ત તાજમહેલ જોઈ શકશે એટલું જ નહીં પરંતુ શોપિંગ પણ કરી શકશે. શહેરના વેપારી સંગઠનોએ રાજ્ય સરકારે આપેલી છૂટછાટને આવકારી છે.

નોંધપાત્ર વાત એ છે કે કોરોનાની પહેલી લહેરમાં તાજમહેલ 188 દિવસ માટે બંધ રહ્યો હતો,જયારે બીજી લહેરમાં તાજમહેલ 61 દિવસ સુધી બંધ રહ્યો હતો. તાજમહેલ 16 જૂને પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો. તાજમહેલ હાલમાં સવારે 6 વાગ્યે ખુલે છે અને સૂર્યાસ્ત સમયે સાંજે 6.15 કલાકે બંધ થાય છે. તાજમહેલમાં એક સમયે 650 લોકોની મંજૂરી છે.

તાજમહેલમાં પ્રવેશવા માટે ઓનલાઇન ટિકિટ આપવામાં આવી રહી છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. માસ્ક પહેર્યા બાદ જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

તાજમહેલની પ્રવેશ ટિકિટ ભારતીય પ્રવાસીઓ માટે 50 રૂપિયા અને વિદેશીઓ માટે 1,100 રૂપિયા છે, પરંતુ મુખ્ય ગુંબદમાં પ્રવેશ માટે 200 રૂપિયાની વધારાની ટિકિટ ખરીદવી પડશે. આ બંને વિકલ્પો તાજમહેલની વેબસાઇટ પર ઓનલાઇન ટિકિટ ખરીદવા માટે ઉપલબ્ધ છે.

તાજમહેલ સહિત તમામ સ્મારકોમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ટિકિટ કાઉન્ટર્સ પર ક્યૂઆર કોડ સ્કેન કરીને ટિકિટ લેવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે, જ્યારે વેબસાઇટ પરથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરી શકાય છે. તાજમહેલના ફોટોગ્રાફરો અને ગાઈડ સાથે ટેક્સી અને કારમાં રોકડ વ્યવહાર નહીં થાય. ત્યાં માત્ર ડિજિટલ પેમેન્ટ હશે, તેથી ફોન પે, પેટીએમ, ગૂગલ પે સહિત નેટ બેન્કિંગના વિકલ્પો અપનાવવામાં આવ્યા છે.