Site icon Revoi.in

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ એ ઓપન ઈન્ટરનેટને લઈને કહ્યું ‘અમેરીકાનો નાગરીક છું પરંતુ અંદર તો ભારત સમાયેલું છે’

Social Share

 

દિલ્હીઃ-સુંદર પિચાઈ નામ ટેકનો જગતમાં જાણીતું નામ છે તેઓ કોઈની ઓળખના મોહતાજ નથી, તાજેતરમાં જ કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં ગુગલ હેડક્વાર્ટરમાં અક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં, પિચાઈએ ફ્રિ અને ઓપન ઇન્ટરનેટ પરના જોખમો સહિતના વિવિધ વિષયો પર વાત કરી હતી.

તમિલનાડુમાં જન્મેલા અને ચેન્નાઇમાં ઉછરેલા ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ કહ્યું છે કે ભારતની જડ તેમનામાં ઊંડે સુધી સમાયેલી છે અને આજે તે જે પણ કંઈક છે તેમાં ભારત તેમનો એક મોટા ભાગ છે.

જ્યારે 49 વર્ષીય પિચાઈને તેમના મૂળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “હું અમેરિકન નાગરિક છું પણ ભારત મારી અંદર સમાયેલું છે. તેથી હું જે પણ કંઈક આજે છું તેનો ભારત મોટો ભાગ છે.” આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાત કરતા પિચાઈએ કહ્યું- ‘હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સૌથી શક્તિશાળી ટેક્નોલોજી તરીકે જોઉં છું, જેને મનુષ્ય વિકસિત કરશે અને તેના પર કામ કરશે.

પિચાઈને પૂછવામાં આવ્યું કે શું સર્વેલન્સ પર આધારીત ઇન્ટરનેટનું ચાઇનીઝ મોડેલ વધી રહ્યું છે?ત્યારે જવાબમાં પિચાઈએ કહ્યું કે ફ્રી અને ઓપન ઇન્ટરનેટ ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. સીધો ચીનનો ઉલ્લેખ કર્યા વિના, તેમણે કહ્યું: “અમારા કોઈપણ મુખ્ય ઉત્પાદનો અને સેવાઓ ચીનમાં ઉપલબ્ધ નથી.”

ટેક્સના વિવાદાસ્પદ મુદ્દા પર તેમણે કહ્યું હતું કે: “અમે વિશ્વના સૌથી મોટા કરદાતાઓમાંના એક છીએ, જો તમે પાછલા દાયકામાં સરેરાશ જોશો તો, અમે વેરો 20 ટકાથી વધુ ચૂકવ્યો છે. પિચાઈએ વધુમાં કહ્યું કે” અમે અમેરીકા,  અમારા ટેક્સનો મોટાભાગનો હિસ્સો તે ક્ષેત્રમાં ચૂકવીએ છીએ જ્યાં અમારા ઉત્પાદનો વિકસિત થાય છે.

Exit mobile version