Site icon Revoi.in

ફાતિમા શેખની 191 મી જન્મજયંતિ પર ગૂગલે ડૂડલ બનાવી સન્માનિત કર્યા  

Social Share

ગૂગલે ફાતિમા શેખની 191 મી જન્મજયંતિ પર ડૂડલ બનાવી તેમને સન્માનિત કર્યા છે.ફાતિમા શેખે યુવતીઓ ખાસ કરીને દલિત અને મુસ્લિમ સમુદાયની યુવતીઓને શિક્ષિત કરવામાં વર્ષ 1848 દરમિયાન મહત્વનું યોગદાન આપ્યું હતું.ફાતિમા શેખે દલિત મહિલાઓને શિક્ષિત કરવાનો પ્રયાસ કરનારી સાવિત્રી બાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિબા ફૂલેની સાથે કામ કર્યું હતું.

સાવિત્રી બાઈ ફૂલેએ દલિતોના ઉત્થાન માટે યુવતીઓને શિક્ષિત કરવાનું કામ શરૂ કર્યું,તેમને ઘરેથી કાઢી મુકવામાં આવ્યા.તે વખતે ફૂલે દંપતીને ફાતિમા શેખના મોટા ભાઈએ પોતાના ઘરે જગ્યા આપી હતી. જયારે સાવિત્રી ફૂલેએ સ્કુલ ખોલી તે વખતે બાળકોને ભણાવવા માટે શિક્ષક નહોતા મળી રહ્યા, પરંતુ ફાતિમા શેખે તેમની મદદ કરી અને સ્કુલમાં બાળકીઓને ભણાવી.તેમના પ્રયાસથી જે મુસ્લિમ યુવતીઓ મદરેસામાં જતી હતી,તે સ્કુલ જવા લાગી.ફાતિમા શેખને દલિત-મુસ્લિમ એકતાના સુત્રધારોમાં એક માનવામાં આવે છે.

વાસ્તવમાં જે કામ માટે સાવિત્રીબાઈની ખ્યાતી સૌથી વધુ છે,તે કામ 1848 માં પુણેના ભિડેવાડામાં યુવતીઓ માટે સ્કુલ ખોલવી અને ત્યાં ભણાવવાનું છે,પરંતુ પુણેની તે સ્કુલ સાવિત્રીબાઈએ એકલા નહતી ખોલી અને તે એકમાત્ર શિક્ષક પણ નહતી.અન્ય પણ હતા.જે આ પરિયોજનામાં તેની સાથે હતા.

 

Exit mobile version