Site icon Revoi.in

ગણતંત્ર દિવસના પર્વ નિમિત્તે ગૂગલે બનાવ્યું શાનદાર ડુડલ

Social Share

નવી દિલ્હીઃ ગૂગલ દરેક ખાસ અવસરને ડૂડલ બનાવીને તેનો ઉજવે છે. આજે 26મી જાન્યુઆરી એટલે કે ભારતીય પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પર એક શાનદાર ડૂડલ બનાવવામાં આવ્યું છે. ગૂગલના હોમ પેજ પર ગણતંત્ર દિવસનું આ ડુડલ જોઈ શકાય છે. ગણતંત્ર દિવસના ગુગલ ડુડલ મોબાઈલ અને વેબ બંન્ને વર્ઝન પર નજીર આવી રહ્યું છે. આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે.
ગૂગલના આ ડુડલને વ્રિન્દા જાવેરીએ બનાવ્યું હતુ. આજના ગૂગલ ડુડલમાં ગણતંત્ર દિવસ પરેડને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, સ્માર્ટ ટીવી અને મોબાઈલ સ્ક્રીનમાં દેખાડશે. ગણતંત્ર દિવસના આ ડુડલમાં પરેડમાં જોડાવનાર ઊંટ પણ દેખાઈ રહ્યા છે. ગૂગલના આ ગણતંત્ર દિવસ વાળા ડુડલ પર ક્લિક કર્યા પછી રંગીન કાગળોનો વરસાદ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કર્તવ્ય પથ પર આયોજીત પરેડ આ વખતે વિશેષ રહી હતી. અત્યાર સુધી હંમેશા પરેડની શરૂઆત સૈન્ય બેન્ડની સાથે જ થતી આવી છે, પણ આ વખતે દેશભરમાં 100 મહિલા સાંસ્કૃતિક કલાકારો પરંપરાગત વાધો સાથે પરેડની શરૂઆત કરી હતી.