Site icon Revoi.in

ગૂગલે બનાવ્યું પાણીપુરીનું ડુડલ,જાણો શું છે આ પાછળનું કારણ

Social Share

પાણીપુરી સૌ કોઈનું પ્રિય ફૂડ છે. તેનું નામ સંભાળતા જ લોકોના મોઢામાં પાણી પણ આવી જાય છે. અને એમાં પણ યુવતીઓ અને મહિલાઓ પાણીપુરીના ખાવાના ખુબ જ શોખીન હોય છે.પાણીપુરીને દરેક શહેરમાં અલગ-અલગ નામે ઓળખાય છે. ત્યારે આજે ગૂગલે પાણીપુરી પર મજેદાર ડૂડલ બનાવ્યું  છે આ સાથે યૂઝર્સને મજેદાર ટાસ્ક આપી રહ્યું છે.

આ પાછળનું કારણ એ છે કે,12 જુલાઈ 2015 ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં સ્થિત એક રેસ્ટૉરન્ટ દ્વારા તેના ગ્રાહકોને 51 વિવિધ પ્રકારની પાણીપુરી પીરસવામાં આવી હતી એન આ સાથે તેમણે ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.

જો તમે પણ ગૂગલ ડૂડલ પર પાણીપુરી ગેમ રમવા માગો છો તો તેના માટે તમારે ટાઈમર સાથે ઝડપથી કામ કરવું પડશે. રમતમાં તમારે ગોલગપ્પા,  પાણીપુરીવાળાને મદદ કરવી પડશે. ગોલગપ્પા વિવિધ ગ્રાહકોને તેમની રુચિને ધ્યાનમાં રાખીને પીરસવામાં આવે છે. ગોલગપ્પા સર્વ કરવા માટે સ્ક્રીન પર દેખાતા ફ્લેવર્ડ પાણીને નીચે આપેલા ઓપ્શનોમાંથી પસંદ કરવાનું રહેશે. જો આ મેચ સાચી હશે તો જ રમત લાંબો સમય ટકી શકશે.

પાણીપુરીનો ઈતિહાસ

ઈતિહાસ અનુસાર, પાણીપુરી સૌપ્રથમ મહાભારત સમયે દ્રૌપદીએ બનાવી હતી. વાર્તા એવી છે કે, જ્યારે દ્રૌપદી પાંડવોની પત્ની બની ત્યારે પણ પાંડવો મર્યાદિત સાધનો સાથે રહેતા હતા. પાંડવોની માતા કુંતીએ તેમને થોડી વસ્તુઓનો ઉપયોગ કરી રસોઈ બનાવવાનું કહ્યું હતુ.જે બધા ભાઈઓની ભૂખ સંતોષી શકે. દ્રૌપદીએ જે વાનગી તૈયાર કરી તે નાના કદની પાણીપુરી હતી જેણે પાંડવોની ભૂખ દૂર કરવામાં મદદ કરી.