Site icon Revoi.in

ગૂગલે આ છ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી,તમે પણ તાત્કાલિક કરો ડિલીટ

New york, USA - May 22, 2017: Viber app icon on modern smartphone display close-up around other android applications

Social Share

ગૂગલે તેના એપ સ્ટોર એટલે કે પ્લે-સ્ટોર પરથી એવી છ એપ્સને હટાવી દીધી છે જે લોકોના ફોનમાં વાયરસ ફેલાવી રહી હતી. આ તમામ એપ્સમાં Sharkbot bank stealer માલવેર પણ હતું,જે લોકોની બેંકની માહિતી ચોરી રહી હતી.રિપોર્ટ અનુસાર, આ માલવેર એપ્સને 15,000 થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે, જોકે હવે ગૂગલે આ તમામ એપ્સને તેના પ્લે-સ્ટોર પરથી હટાવી દીધી છે.હવે તમારા માટે મહત્વપૂર્ણ છે કે,તમે પણ આ એપ્સનું લિસ્ટ જુઓ અને જો તમારા ફોનમાં આમાંથી કોઈ એપ છે તો તેને તરત જ ડિલીટ કરો.

રિપોર્ટ અનુસાર, આ તમામ એપ્સ તેના જીઓફેન્સિંગ ફીચર દ્વારા યુઝર્સને ટ્રેક કરી રહી હતી.સતત ટ્રેકિંગ કર્યા પછી આ એપ્સ યુઝર લોગિન કરે છે તે બધી વેબસાઇટ્સ અને એપ્સનો ડેટા એકત્ર કરતી હતી.આ એપ્સ યુઝર દ્વારા કોઈપણ સાઈટ પર કરેલા લોગઈનના ડેટાને રેકોર્ડ કરવા માટે ઉપયોગમાં લેવાય છે,જેમાં લોગઈન આઈડીથી લઈને પાસવર્ડનો સમાવેશ થાય છે.આ એપ્સ ઇટાલી અને બ્રિટનમાં વધુ સક્રિય હતી.

સિક્યોરિટી રિસર્ચ કંપની Check Point એ પોતાના બ્લોગમાં આ એપ્સ વિશે માહિતી આપી છે. આ તમામ એપ્સમાં Sharkbot માલવેર હતું જે યુઝર્સના ફોનમાં “droppers” એપ ડાઉનલોડ કરતી હતી અને આ એપ દ્વારા યુઝર્સની અંગત માહિતીની ચોરી કરવામાં આવતી હતી.

આ એપ્લિકેશન્સ Zbynek Adamcik, Adelmio Pagnotto અને Bingo Like Inc જેવી કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવી હતી. ગૂગલે આ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હશે પરંતુ આ એપ્સ હજુ પણ ઘણા થર્ડ પાર્ટી સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. Sharkbot માલવેર વપરાશકર્તાઓ પાસેથી એસએમએસ, જાવા કોડ ડાઉનલોડ કરવા, ઇન્સ્ટોલેશન ફાઇલ, સ્થાનિક ડેટાબેઝ અપડેટ કરવા, એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવા, સંપર્કો, બેટરી ઓપ્ટિમાઇઝેશન જેવી 22 પ્રકારની પરવાનગીઓ લેતા હતા.