Site icon Revoi.in

Google Pay એ લોન્ચ કર્યું આ ફિચર

Social Share

જો તમે ઓનલાઈન પેમેન્ટ એપ ગૂગલ પે નો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે Google Pay એ વધુ એક સુવિધા ઉમેરી છે. Google Pay એ Tap to Pay ફિચર લોન્ચ કર્યું છે.

આ ફીચર પાઈન લેબ્સની ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવ્યું છે.તે UPI આધારિત પ્રક્રિયા છે. આ ફીચરની મદદથી UPI પેમેન્ટ કરવાનું પહેલા કરતા વધુ સરળ બની જશે.અત્યાર સુધી ટેપ ટુ પે ફીચર ફક્ત કાર્ડ માટે જ ઉપલબ્ધ હતું. બધા વપરાશકર્તાઓએ ટેપ ટુ પે સુવિધા દ્વારા ચુકવણી પૂર્ણ કરવા માટે પોઈન્ટ ઓફ સેલ્સ ટર્મિનલ પર ફોનને ટેપ કરવાની જરૂર છે.આ પછી પેમેન્ટને ફોનથી ઓથેન્ટિકેશન કરાવવાનું રહેશે.

આ સુવિધા ફક્ત UPI વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ હશે, જેઓ Pine લેબ્સ એન્ડ્રોઇડ POS ટર્મિનલ પર દેશભરમાં ગમે ત્યાં તેમના NFC- ઈનેબલ્ડ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકશે. આ સુવિધા રિલાયન્સ રિટેલ અને ફ્યુચર રિટેલ અને સ્ટારબક્સ મર્ચન્ટ્સ પર ઉપલબ્ધ છે.

ટેપ ટુ પે ફીચર માટે ફોનમાં NFC ફીચર હોવું જરૂરી છે.તેનો ઉપયોગ કરવા માટે તમારે તમારા ફોનમાં NFC વિકલ્પ ચાલુ કરવો આવશ્યક છે.ત્યારબાદ તમારે તમારો ફોન અનલોક કરવાનો રહેશે.ત્યારબાદ તમારે POS ટર્મિનલની નજીક પહોંચીને ફોન પર ટેપ કરવાનું રહેશે.પછી Google Pay આપમેળે ખુલશે.બાદ પેમેન્ટ કન્ફર્મ કરવું પડશે.ત્યારબાદ UPI પિન નાખવો પડશે.તે પછી તમારું પેમેન્ટ પૂર્ણ થઈ જશે.