Site icon Revoi.in

‘ગુગલ’ને આજે પુરા થયા 23 વર્ષ –  પોતાના હોમપેજ પર ખાસ ‘ડૂડલ’ બનાવીને ‘ગુગલ’ આજે મનાવી રહ્યું છે પોતાનો જન્મદિવસ, 

Social Share

 

દિલ્હીઃ- આપણાને કોઈ પણ વસ્તુની જાણકારી જોઈતી હોય કે પછી કોી માહિતી મેળવવી હો. સૌ પ્રથમ આપણે ગૂગલનો સહારો લઈએ છીએ, ગુગલમાંથી આપણે એનેકર વસ્તુ વિષયને સર્ચ કરી લેતા હોઈએ છીએ , તો જેનો આપણે રોજીંદા જીવનમાં આટવો પ્રયોગ કરતા છે તો તેના વિશે જાણવું પમ એટલું જ મહત્વનું છે, આજે ગુગલ પોતાનો 23મો જન્મદિવસ મવાની રહ્યું છે.

આજે 27 સપ્ટેમ્બરે ગુગલ  તેનો જન્મદિવસ ઉજવે છે. વિશ્વપ્ પ્રખ્યાત સર્ચ એન્જિન ગૂગલ આજે તેનો 23 મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. દરેક ખાસ દીવસોની જેમ આજે પણ  ગૂગલે પોતાના હોમ પેજ પર પોતાના માટે ખાસ ડૂડલ બનાવ્યું છે. જેમાં ગૂગલના અક્ષરો વચ્ચે સુંદર મજાની કેક જોવા મળે છે. આ એક એનિમેટેડ ડૂડલ છે.

ગૂગલ ઘણી વખત તેની પોતાની ખાસ શૈલીના ડૂડલ્સ તૈયાર કરે છે.દેશમાં કોઈ પણ ખાસ દિવસ હોય તો તેને સમ્માનિત કરવા ગગલ દ્વારા ડૂડલ તૈયાર કરવામાં આવે છે, કોરોનાની સ્થિતિમાં કોરોના વોરિયર્સનો પમ ડૂડલ બનાવીને આભાર માન્યો હતો, શિક્ષક દિવસ હોય ક્યારે પણ ખાસ ડૂડલ બનાવવામાં આવ્યું હતું.

સર્ગેઈ બ્રિન અને લેરી પેજ દ્વારા સહ-સ્થાપિત, ગૂગલ આજે વૈશ્વિક સ્તરે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે. તેના વર્તમાન સીઈઓ સુંદર પિચાઈ છે, જેમણે 24 ઓક્ટોબર, 2015 ના રોજ આ પદ સંભાળ્યું હતું.

ગૂગલ તેના ખાસ ડૂડલ દ્વારા સમાજ પ્રત્યે લોકોના યોગદાનની પ્રશંસા કરે છે. આજે ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. આજે લોકો ગૂગલ પર 100 થી વધુ ભાષાઓમાં સર્ચ કરી શકે છે. ભારતમાં પણ ગૂગલે પોતાની જાતને સ્થાનિક રીતે તૈયાર કરી છે અને તેમાં ઘણી ભાષાઓ ઉમેરી છે.

ગુગલની સ્થાપના 4 સપ્ટેમ્બરે થઈ હતી જો કે ગુગલ  7 તારિખે મનાવે છે તોપાનો જન્મદિવસ

તકનીકી રીતે જોવા જઈએ તો ગુગલની સ્થાપના 4 સપ્ટેમ્બર 1998 ના રોજ થઈ હતી. પ્રથમ 7 વર્ષ માટે  તેઓ આજ દિવસે જન્મદિવસ તરીકે માનવતા હતા. પરંતુ  27 સપ્ટેમ્બરના રોજ, કંપનીએ તેના સર્ચ એન્જિન પર રેકોર્ડ સંખ્યામાં પાના શોધ્યા. ત્યારથી અત્યાર સુધી કંપની આ 27 તારીખના દિવસે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યું છે.