Site icon Revoi.in

કોવેક્સિનના બુસ્ટર ડોઝના ક્લીનિકલ પરિક્ષણ માટે સરકારે આપી મંજૂરી

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છએ, સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વેક્સિનના બેડોઝ બાદ ત્રીજો ડોઝ પમ લેવો અનિવ્રાય બની શકે છે જેને આપણે બુસ્ટર ડોઝ તરીકે ઓળખીએ છીએ.
જો આ બુસ્ટર ડોઝની વાત કરીએ તો આ વેક્સિનનો ડોઝ શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધારવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણએ વર્ષો વર્ષ સુધી એન્ટીબોડીનું પ્રમાણ શરીરમાંમ ઘટશે નહી

ત્યારે હવે કેન્દ્ર તરફથી આ બુસ્ટર ડોઝન ક્લીનિકલ પરિક્ષણને મંજૂરી આપી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના વૈજ્ઞાનિકોએ હવે આ બુસ્ટર ડોઝ માટેનો અભ્યાસ પણ હાથ ઘર્યો છે.તાજેતરમાં વેક્સિનના 2 ડોઝ લેવાનો સમય 28 દિવસ જેટલો છે, જો કે એક દાવા પ્રમાણે  શરીરમાં 3 થી 6 મહિના સુધી જ એન્ટીબોડી રહે છે. આ સ્થિતિમાં લાંબા સમય સુધી એન્ટીબોડી માટે બુસ્ટર ડોઝ આવશ્યક છે.

સામાન્ય વેક્સિનના 2 ડોઝ બાદના છ મહિનાના અંતર બાદ આ બુ,સ્ટર ડોઝ લઈ શકાય છે.ભારત બાયોટેકે પરીક્ષણમાં સમાવેશ પામેલા તમામ લોકોને 6 મહિના સુધી દેખરેખ અને તપાસ માટે જણાવાયું છે. અભ્યાસ સકારાત્મક રહેશે તો આનવારા સમયમાં બુસ્ટર ડોઝ લઈ શકાશે.નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ બુસ્ટર ડોઝ વેક્સિનનો કોઈ અલગ પ્રકારનો ડોઝ નથી પરંતુ તે લીધા બાદ વર્ષો વર્ષ એન્ટિ બોડી બનવામાં મદદ કરે છે.

સાહિન-