Site icon Revoi.in

ભારત સરકાર પાસે પણ પોતાનું એપ સ્ટોર….

Social Share

એક વાત તમે પણ જાણો છો કે, એપલ અને ગૂગલ એપ સ્ટોર માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. તેનુ મુખ્ય કારણ એ છે કે આખી દુનિયામાં માત્ર બે જ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ(એન્ડોઈડ અને આઈઓએસ) છે. આ બંને એપ્સ ગૂગલ અને એપલની છે. આવામાં ફોન વપરાશકર્તાઓને મજબૂરીમાં આ બંને એપ સ્ટોરથી જ એપ ડાઉનલોડ કરવી પડે છે. તમારામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે, ભારત સરકારનો પોતાનો એપ સ્ટોર પણ છે.

ભારત સરકારના એપ સ્ટોરનું નામ mSEVA STORE છે. તમે તમારા ફોનમાં આ એપ સ્ટોરની એપ ડાઉનલોડ કરી શકો છો અને પછી તમે અહીંથી ઘણી મહત્વની એપ્સ ડાઉનલોડ કરી શકો છો. IOS અને ANDROID બંને ફોન માટે આ સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ કરી શકાય છે.

ઘણી સરકારી એપ ઉપરાંત MSEVA એપ સ્ટોર પર ઘણી બેંકોની એપ્સ છે. આ સિવાય PAYTM જેવી ખાનગી એપ્સ અને મીડિયા હાઉસની ન્યુઝ એપ્ય તેના પર ઉપલબ્ધ છે. MAPMYINDIA એપ્સ પણ આ સ્ટોર પર ઉપલબ્ધ છે. ઘણા રાજ્યોની AIIMS પાસે પણ આ સ્ટોર પર એપ્સ છે.