Site icon Revoi.in

ભારત સરકારે વ્હોટ્સએપના સીઈઓને લખ્યો પત્ર -ડેટાની વિવાદાસ્પદ પોલિસી રદ કરવા જણાવ્યું

Social Share

દિલ્હીઃ – વ્હોટ્સએપ પોતાની પોલિસીને લઈને છેલ્લા કેટલાક સમ.યથી વિવાદમાં સપડાયિ છે,ત્યારે હવે ભારત સરકારે આજ રોજ વૉટ્સએપ-ફેસબૂકને આ અંગે સાફ સાફ સૂચના આપી દીધી છે,અને કહ્યું છે કે તમારી વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસીને રદ કરો.

દેશ સહિત વિદેશોમાં વિરોધ નોંધાતા વૉટ્સએપ-ફેસબૂકે નવી વિવાદાસ્પદ પોલિસીનો અમલ આવનારા 3 મહિના સુધી લંબાવ્યો છે,ઉલ્લેખનીય છે કેવૉટ્સએપની માલિકી હવે ફેસબૂકની છે. નવી પોલિસી મૂજબ વૉટ્સ્અપ તેના યુઝર્સનો ઘણો ડેટા ફેસબૂકને આપવાની પોલિસી ધડી રહ્યું છે, જેમાં મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબરથી લઈને પર્સનલ ચેટ સુધીની વિગતોનો સમાવેશ થાય છે.

પ્રાઈવસી પર પોતાનો હક્ક જમાવવાના પ્રયત્નો બાદ વ્હોટ્સએપને લઈને અનેક યૂઝર્સ નારાઝ થયેલા જોવા મળે છે, આ સાથે જ તેની લોકપ્રીયતામાં ઘટાડો જોવા મળ્યો છે, આ સાથે જ અનેક લોકો વૈકલ્પિક અને સલામત એપ સિગ્નલો યૂઝ કરતા થયા છે,ત્યારે હવે સરકારે પણ વ્હોટ્સએપના સીઈઓ વિલ કેચકાર્ટને આજે પત્ર  લખ્યો છે, સરકારે આ ખાસ લખીને આ પોલિસી રદ કરવા અંગે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,ભારતમાં વૉટ્સઅપનું સૌથી મોટું માર્કેટ છે, જેના યૂઝર્સ 2 અબજ પૈકી 40 કરોડ તો ભારતમાં જ છે. વૉટ્સઅપના યુઝર્સ હવે ટેલિગ્રામ, સિગ્નલ તરફ આકર્ષિત થઈ રહ્યા છે, લોકોને પ્રાઈવેસીને લઈને ચિંતા સતાવી રહી છે.

ભારત સરકારે વ્હોટ્સએપ પાસે એ ખુલાસો પણ માંગ્યો છે કે શા માટે ભારતના વપરાશકારો પાસેથી વધુ ડેટા મેળવવા અને શેર કરવા માંગે છે, જ્યારે યુરોપમાં આ પ્રકારના   નિયમો ચાલતા નથી.

સાહિન-