Site icon Revoi.in

સરકારી અધિકારીઓએ પોતાના મોબાઈલમાં હવે ધારાસભ્યો, સાંસદોના ફોન નંબર સેવ કરવા પડશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં જિલ્લા અને તાલુકાના સરકારી અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યોના ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. આ અંગે કેટલાક ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું. આથી મુખ્યમંત્રીની સુચનાથી રાજ્યના સામાન્ય વહિવટી વિભાગે પરિપત્ર જારી કર્યો છે. જેમાં જણાવ્યા મુજબ સરકારી અધિકારીઓએ તેમના વિસ્તારના ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓને લેન્ડલાઈન અને મોબાઈલ ફોન સેવ કરી લેવા. અને જ્યારે તેઓ  ફોન કરે ત્યારે સંતોષકારક જવાબ આપીને પ્રજાના પ્રશ્નો ઉકેલવા તત્પર રહેવું.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના સમાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જારી કરીને તમામ અધિકારીઓને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના ફોન નંબર સ્ટોર રાખવા માટે સૂચના કરવામાં આવી છે. અધિકારીઓનો કચેરીના સરકારી લેન્ડ લાઈન ફોન પર ફોન કરવામાં આવે અને બહાર હોવાની સ્થિતિમાં પરત ફરીને વળતો સંપર્ક કરવા પણ સૂચના અપાઈ છે. જન પ્રતિનિધિઓ પાસે લોકોના રહેલા પ્રશ્નો અને તેની સમસ્યાના નિરાકરણને લઈ અધિકારીઓને સૂચના આપવા અને સંકલન કરવા માટે સંપર્ક કરવામાં આવતો હોય છે. જે માટે ટેલિફોનિક સંપર્ક ખૂબ જ મહત્વનો છે. આ માટે થઈને હવે અધિકારીઓને સૂચના કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર વિભાગે આ માટેનો પરિપત્ર જારી કરીને અધિકારીઓને સૂચના આપી છે. જે મુજબ અધિકારીઓએ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, મેયર સહિતના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના નંબર સેવ કરવા માટે પણ સૂચના કરવામાં આવી છે. અહેવાલો મુજબ કેટલાક અધિકારીઓ દ્વારા સાંસદ અને ધારાસભ્યના ફોન કરવા છતાં સંપર્ક નહીં થતો હોવાની ફરિયાદો હતી. જ્યારે કેટલાક અધિકારીઓ સરકારી નંબર પર લોકો અને પદાધિકારીઓના ફોન નહીં ઉપાડતા હોવાની ફરિયાદો છે.

Exit mobile version