1. Home
  2. Tag "MLAs"

સરકારી અધિકારીઓએ પોતાના મોબાઈલમાં હવે ધારાસભ્યો, સાંસદોના ફોન નંબર સેવ કરવા પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં જિલ્લા અને તાલુકાના સરકારી અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યોના ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. આ અંગે કેટલાક ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું. આથી મુખ્યમંત્રીની સુચનાથી રાજ્યના સામાન્ય વહિવટી વિભાગે પરિપત્ર જારી કર્યો છે. જેમાં જણાવ્યા મુજબ સરકારી અધિકારીઓએ તેમના વિસ્તારના ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓને લેન્ડલાઈન અને મોબાઈલ ફોન સેવ કરી લેવા. […]

લોકસભાની ચૂંટણી બાદ નવું સીમાંકન, ગુજરાતમાં સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા વધશે

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યોજાઈ તે પહેલા દેશના તમામ રાજ્યોમાં વિધાનસભાની બેઠકોનું નવું સીમાંકન હાથ ધરવામાં આવશે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 2026માં નવા સીમાંકન આયોગની રચના કરવામાં આવશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી જૂના સીમાંકન મુજબની અંતિમ બની રહેશે. આગામી માર્ચથી મે મહિનાની વચ્ચે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે રાજ્યોની વિધાનસભાના નવા સીમાકન માટે […]

ગુજરાતમાં સાંસદોની જેમ હવે ધારાસભ્યો પણ ગામડાં દત્તક લઈને વિકાસના કાર્યો કરાવશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને પોતાના વિસ્ચારમાં વિકારના કામો માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. હવે સાંસદોની જેમ ધારાસભ્યો પણ ગામડાંઓ દત્તક લઈને વિકાસ કામો કરાવશે. આગામી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યો માટે આદર્શ ગ્રામ યોજના અમલમાં મુકવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા સાંસદો માટે જે રીતે આદર્શ ગ્રામ વિકાસ યોજનાને અમલમાં […]

અમદાવાદમાં ધારાસભ્યો, કોર્પોરેટરો હવે પોતાની ગ્રાન્ટમાંથી RCCના બાંકડાઓ જ મૂકાવી શકાશે

અમદાવાદઃ શહેરમાં સોસાયટીઓ, ફ્લેટ્સ, મંદિરો કે જાહેર સ્થળોએ લોકો આરામથી બેસી શકે તે માટે બાકડાં મુકવામાં આવતા હોય છે. દરેક કોર્પોરેટરો પોતાના બજેટની 10 ટકા રકમ એટલે કે રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં પોતાના વિસ્તારમાં બાંકડાઓ મૂકાવી શકે છે. અત્યાર સુધી ચાઇના મેઈક અથવા તો સ્ટીલના બાંકડા મૂકવામાં આવતા હતા. પરંતુ હવેથી માત્ર RCCના બાંકડાઓ જ […]

યુવા મોડેલ એસેમ્બલીનો ગુજરાત પ્રયોગ: CM, મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહના પ્રેક્ષક બન્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો તથા ધી સ્કૂલ પોસ્ટના ઉપક્રમે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલું છે. આ મોડેલ યુવા એસેમ્બલીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, શાસકપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભાના દંડક પંકજભાઇ વગેરે પ્રેક્ષક દીર્ઘામાં ગોઠવાયા હતા […]

શિવસેનાના ધારાસભ્યો કરતા ઉદ્ધવ ઠાકરેને શરદ પવાર વધુ અંગત લાગતા અંતર વધતું હતુંઃ શિંદેજૂથ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદે રાજીનામું આપ્યા બાદ શિંદેજૂથ અને ભાજપ સાથે મળીને સરકાર બનાવવા આગળ વધી રહ્યાં છે. દરમિયાન શિંદેજૂથએ કોંગ્રેસ અને એનસીપી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, શિવસેનાના ધારાસભ્યો કરતા ઉદ્ધવ ઠાકરેને શરદ પવાર વધુ અંગત લાગવા લાગ્યા હતા જેથી […]

મહારાષ્ટ્રઃ શિંદે જૂથને રાહત, સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ પૂરતી અટકાવી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને મોટી રાહત આપી છે. ડેપ્યુટી સ્પીકરે ધારાસભ્યોને આજ સુધીનો સમય આપ્યો હતો, જો કે, શિંદે જૂથને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે અયોગ્યતાની નોટિસનો જવાબ આપવા માટે 11 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. આ રીતે, શિંદે જૂથના ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ માટે અટકાવી […]

ઠાકરે સરકારની મુશ્કેલી વધીઃ શિવસેનાના ધારાસભ્ય દળના 38 સદસ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ઉભી થયેલી રાજકીટ સંકટ વચ્ચે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દરમિયાન શિંદે ગ્રુપે કોર્ટમાં અરજીમાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર બહુમત ગુમાવી ચુકી છે. શિવસેનાના ધારાસભ્ય દળના 38 સદસ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું છે. મહારાષ્ટ્રની જનતા અને રાજકીય પાર્ટીઓની નજર સુપ્રીમ કોર્ટની સુનાવણી ઉપર મંડાયેલી છે. કેસની હકીકત અનુસાર […]

ગાંધીનગરમાં CMના બંગલે ભાજપના ધારાસભ્યોની બેઠક આજે મળશે, કેન્દ્રિય નેતાઓ પણ હાજર રહેશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપે તો ઘણા સમય પહેલાથી જ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે, તમામ ધારાસભ્યોને લોકસંપર્ક ઘનિષ્ઠ બનાવવાની સુચના આપી દેવામાં આવી છે. સરકાર અને સંગઠન વચ્ચે વધુ વધુ તાલમાલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ભાજપના તમામ ધારાસભ્યોની ગાંધીનગરમાં મુખ્યમંત્રીના બંગલે આજે  ગુરૂવારે સાંજે […]

કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના કુશાસન, ભ્રષ્ટ્રાચાર સામે સાથે મળીને લડત આપેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ  દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પ્રજાને પડતી મુશ્કેલી જેવી કે, અસહ્ય મોંઘવારી, નાના વેપારીઓને હેરાન ગતિ, સ્થાનિક મુદ્દાઓ, આર્થિક હાલાકીઓ, માલધારી સમાજને પડતી મુશ્કેલીઓ વગેરે બાબતે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code