1. Home
  2. Tag "MLAs"

ગુજરાતમાં ભાજપની નો- રિપીટ થિયરીને લીધે ધારાસભ્યોને ટિકિટ કપાવવાનો ડર

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા જ પક્ષાંતરની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ટિકિટ મળવાની આશાએ જોડાઈ રહ્યા છે. આ વખતે ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોની સંખ્યામાં મોટો ઊભરો આવશે એ નક્કી છે. […]

પશ્ચિમ બંગાળઃ બીરભૂમિ હિંસાનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, TMC અને BJPના ધારાસભ્યો મારા-મારી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ બીરભૂમિ હિંસાના વિવાદ વિધાનસભામાં પહોંચ્યો હતો. વિધાનસભામાં ભાજપ દ્વારા બીરભૂમિ વિવાદ ઉપર ચર્ચાની માંગણી કરતા હંગામો થયો હતો. દરમિયાન ટીએમસીના ધારાસભ્યોએ ધક્કા-મુક્કી અને મારા મારી કરી હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કર્યો હતો. બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગા અને ટીએમસી ધારાસભ્ય અસિત મજૂમદાર વચ્ચે મારા મારી થઈ હતી. જેમાં અસિતને ઈજા […]

યુપીમાં રાજકીય હલચલ તેજ, ભાજપમાં ધડાધડ રાજીનામા, સ્વામી પ્રસાદ મૌર્ય બાદ આ 3 ધારાસભ્યોએ પણ ભાજપ છોડ્યું

યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ સ્વામી પ્રસાદ મૌર્ય બાદ વધુ 3 ધારાસભ્યોએ ભાજપમાંથી રાજીનામું આપ્યું આ બે ધારાસભ્યો પણ સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી અટકળો નવી દિલ્હી: યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે અને ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા યોગી કેબિનેટના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને હવે ભાજપના […]

રાજ્યના ધારાસભ્યો, સાંસદોના ફોન ઉપાડવા અને સારો વ્યવહાર કરવા અધિકારીઓને અપાઈ સુચના

ગાંધીનગરઃ રાજ્યમાં વિજય રૂપાણી સરકારના સ્થાને ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને વધુ માન-સન્માન મળે અને તમામ અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યોના ફોન ઉપાડે અને તેમના કામ કરે તેવી તાકિદ કરવામાં આવી છે. પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યો અને સાંસદોને સચિવાલય અને અન્ય કચેરીના અધિકારીઓ ગણકારતા નહીં હોવાની વ્યાપક બનેલી ફરિયાદો બાદ નવી […]

ગુજરાતના શહેરી વિસ્તારના 35 ધારાસભ્યોને રોડ-રસ્તાની મરામત માટે બે કરોડની ગ્રાન્ટ અપાશે

અમદાવાદ: રાજ્યમાં વરસાદને લીધે તૂટી ગયેલા રોડ-રસ્તાઓની મરામતનું કામ ચાલી રહ્યું છે.  બીજીબાજુ શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ પાસે પુરતી ગ્રાન્ટ ન હોવાથી રોડના કામમાં વિલંબ પણ થઈ રહ્યાની ફરિયાદો ઊઠી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શહેરી […]

ગુજરાત વિધાનસભા ભાજપ પક્ષની રવિવારે બેઠક મળશે, કોંગ્રેસના આક્રમણ સામે રણનીતિ તૈયાર કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રી મંડળે સત્તા સંભાળ્યા બાદ લોકહિતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તમામ મંત્રીઓ પ્રથમવાર જ મંત્રી બન્યા છે, બીજીબાજુ સોમવારથી વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહ્યું છે. ત્યારે કોંગ્રસે દ્વારા નવા મંત્રીઓને ભીડવવાના તમામ પ્ર.સો કરાશે. તેની સામે રણનીતિ ઘડવા માટે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક રવિવારે […]

ગાંધીનગરમાં ધરણાં કરવા જતા કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણઃ ધાનાણીને થઈ ઈજા

ગાંધીનગરઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને લીધે થયેલા નુકસાનની ભરપાઈમાં સરકાર દ્વારા ચૂકવાયેલ સહાયમાં વિસંગતતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આજે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક શરૂ થઈ હતી. બેઠક બાદ  કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણાં યોજાયા હતા. જો કે કાર્યક્રમને મંજૂરી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું […]

ગુજરાતના ધારાસભ્યોને પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખ આરોગ્ય સાધનોની ખરીદી માટે ફાળવવી પડશે

ગાંધીનગર:  કોરોનાના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ. પ૦ લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ-કોવિડ ના સંક્રમણ નિયંત્રણ તથા સારવાર-સુશ્રુષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ […]

ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદોને 100-100 બેડના કોવિડ સારવાર કેન્દ્રો શરૂ કરવા પક્ષનો આદેશ

અમદાવાદઃ ભાજપના પ્રધેશ અધ્યક્ષ સીઆર પાટિલ સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેક્શન વિતરણના મામલે વિવાદ જાગ્યા બાદ હવે પાટિલે પક્ષના તમામ ઘારાસભ્યો અને સાંસદોને 100-100 બેડના કોવિડ સેન્ટર શરૂ કરવાનો આદેશ કર્યો છે. પાટિલના આ નિર્ણય સરાહનિય છે, પણ પક્ષ પ્રમુખના આદેશનું પાલન કરવામાં આવે તો કોવિડના દર્દીઓ માટે 14,500 નવી પથારીઓ ઊભી થઇ જશે. સરકારે કરેલી […]

દેશમાં ચાર વર્ષમાં વિવિધ રાજકીય પક્ષોના 405 ધારાસભ્યોએ કર્યો પક્ષપલ્ટો

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ રાજ્યોમાં ધારાસભ્યો પોતાની પાર્ટી સામે બળવો કરીને અન્ય પક્ષમાં જોડાવવાના બનાવો સામે આવે છે. ચાર વર્ષના સમયગાળામાં સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં લગભગ 405 જેટલા ધારાસભ્યોએ પક્ષપલ્ટો કર્યો છે. કોંગ્રેસના સૌથી વધારે ધારાસભ્યો સાથ છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એના અહેવાલ અનુસાર 2016-2020 દરમિયાન જુદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code