Site icon Revoi.in

કેનાડામાં 3 ચાઈનીઝ કંપનીઓને પોતાનો હિસ્સો વેચી દેવા માટે સરકારનો આદેશ

Social Share

નવી દિલ્હીઃ વિસ્તારવાદી ચીન દુનિયાના વિવિધ દેશોમાં પોતાની કંપનીઓ મારફતે પગપેસારો કરવાની પેરવી કરી રહ્યું છે, અમેરિકા અને ચીન વચ્ચે ઘણા સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યો છે. અમેરિકામાં અનેક ચીનની કંપનીઓને બહારનો રસ્તો બચાવી દીધો છે, તેમજ અમેરિકન કંપનીઓ પણ હવે ચીનમાં પોતાનું રોકાણ પરત લેવાની તૈયારીઓ કરી રહી છે. દરમિયાન કેનાડાએ ચીનની ત્રણ કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે પોતાના દેશમાંથી ભાગીદારી વેચી દેવા નિર્દેશ કર્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કેનાડાએ ચીનની તાત્કાલિક 3 કેનાડાયી કંપનીમાંથી પોતાનો હિસ્સો વેચી દેવા માટે નિર્દેશ કર્યો છે. કેનાડાએ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. સિનોમાઈન રેયર મેટલ્સ રિસોર્સેઝ કંપની લીમિટેડ, ચેન્જ લિથિયમ ઈન્ટરનેશનલ લીમિટેડ અને જૈંગ માઈનિંગ ઈન્વેસ્ટમેન્ટ કંપની લીમીલેટને પાવર મેટલ્સ કોર્પ, લિથિયમ ચિલી ઈન્ક અને અલ્ટ્ર લિથિયમ ઈન્કમાંથી ચીનની કંપનીઓને પોતાની ભાગીદારી વેચી દેવા માટે નિર્દેશ કર્યો છે.