- સરકારે ફરી શરૂ કરી આયાત-નિકાસ હેલ્પ ડેસ્ક
- કોવિડના વધતા કેસોની અસર
- પહેલી વાર એપ્રિલ 2021 માં શરૂ કરવામાં આવ્યું હતું
મુંબઈ:વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે નિકાસકારો અને આયાતકારોના આંતરરાષ્ટ્રીય વેપારને લગતી સમસ્યાઓના ઉકેલ માટે ‘હેલ્પ ડેસ્ક’ને ફરીથી શરૂ કરી દીધી છે. આ સમસ્યાઓમાં કસ્ટમ્સ ક્લિયરન્સમાં વિલંબ અને બેંક સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. તેને પહેલી વાર એપ્રિલ 2021 માં શરૂ કરવામાં આવ્યું હતું.
મંત્રાલયના એક એકમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ કોવિડ-ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નિકાસ અને આયાતની સ્થિતિ પર નજર રાખવા અને વેપાર સંબંધિત પક્ષકારોની સમસ્યાઓને દૂર કરવા માટે હેલ્પડેસ્ક શરૂ કરવાનું પગલું ભર્યું છે.
DGFTએ નોટિસમાં જણાવ્યું છે કે, કોવિડ -19 હેલ્પડેસ્ક ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.તેનો હેતુ આંતરરાષ્ટ્રીય વેપારને લગતી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવાનો છે, હેલ્પડેસ્કના કાર્યો આયાત અને નિકાસની સ્થિતિનું નિરીક્ષણ કરવું આંતરરાષ્ટ્રીય વેપારના સંબંધમાં ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણમાં મદદ કરવી. આયાત નિકાસ લાયસન્સ આપવામાં મદદ કરવી, કસ્ટમ્સ સંબંધિત બાબતોનું નિરાકરણ કરવું. દસ્તાવેજીકરણ અને બેંકિંગ સંબંધિત બાબતોને ઉકેલવી પડશે.
કોવિડની લહેર સાથે, સૌથી વધુ અસર બંને દેશો વચ્ચેની અવરજવર પર પડી, મોટાભાગના દેશોએ આવશ્યક ચીજવસ્તુઓ સિવાય અન્ય સામાન માટે તેમની સરહદો બંધ કરી દીધી હતી. આની વેપારીઓ પર મોટી અસર થઈ હતી, જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન કન્ટેનરની અછતનો મુદ્દો પણ ઉભો થયો હતો. આ બધાને ધ્યાનમાં રાખીને સરકારે આ વખતે કોવિડની ત્રીજી લહેરના ડરથી પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.WHOના કોરોના વાયરસ ડેશ બોર્ડ અનુસાર, ભારતમાં છેલ્લા 7 દિવસમાં 2.87 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે અમેરિકામાં આ સંખ્યા 38 લાખ છે. યુકેમાં 12 લાખ અને ફ્રાન્સમાં છેલ્લા 7 દિવસમાં 12 લાખ લોકો સંક્રમણનો શિકાર બન્યા છે.
ભારતમાં અત્યાર સુધીમાં 44 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે.જ્યારે અમેરિકા, યુકે અને ફ્રાન્સ આ સંખ્યા 60 ટકા કે તેથી વધુ છે. આ સંકેતોને જોતા સરકારે તેના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવાથી લઈને બિઝનેસને મદદ કરવા સુધીના પગલાં સામેલ છે. જેથી ન માત્ર કોરોનાને કાબૂમાં રાખી શકાય પરંતુ બિઝનેસની ગતિ પણ જાળવી શકાય.