Site icon Revoi.in

રેમડેસિવીર ઈન્જેક્શનના ડબલ ઉત્પાદને સરકારની મંજૂરી – કાળાબજાર કરનાર સામે સખ્ત કાર્યવાહીના આદેશ

Social Share

દિલ્હી – કોરોના વાયરસની બીજી તરંગથી દેશમાં હાહાકાર મચવા પામ્યો છે, વધતા જતા કેસો વચ્ચે કોરોનાની સારવારમાં કારગાર ગણાતા રેમડેસિવીરના ઈન્જેક્શનોની અછત વર્તાઈ રહી છે,કેન્દ્ર સરકાર કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડિસિવીરની ઉપલબ્ધતાને ડબલ કરાવવા હવે સક્રિય થઈ છે. ગુરુવારે રેમેડિસવીરની નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાવ્યા બાદ સરકારે દેશમાં તેનું ઉત્પાદન બમણું કરવાની મંજૂરી આપી દીધી છે.

દેશમાં રેમડિસિવીરની અછતને ધ્યાનમાં રાખીને સરકારે સતત બે દિવસ સોમવાર અને મંગળવારના રોજ દવા ઉત્પાદક કંપનીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. હાલમાં દેશની સાત કંપનીઓ દર મહિને રેમડિસિવીર ઇન્જેક્શનની કુલ 38.8 લાખ ડોઝ બનાવે છે, જેમાંથી ચાર લાખ ડોઝની નિકાસ કરવામાં આવી હતી.

દેશમાં રેમડિસિવીરની અછત સર્જાતા તેની નિકાસ પર પ્રતિબંધ લગાવાયો

કેન્દ્ર સરકારે રવિવારના રોજ રેમડિસિવીરના નિકાસ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધના કારણે હવે દેશભરમાં દર મહિને વધારાના ચાર લાખ ડોધમાં વધારો થયો છે. આ ઉપરાંત કેમિકલ્સ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયા સાથેની બેઠક બાદ કંપનીઓને દર મહિને 10 લાખ ડોઝ બનાવવા માટેની તાત્કાલિક મંજૂરી આપવામાં આવી હતી.

મંત્રીના જણાવ્યા પ્રમાણે આ ઉપરાંત દર મહિને 30 લાખ આન્જેક્શનના વધારાના ઉત્પાદનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે, દેશમાં રેમડિસિવીરનું ઉત્પાદન દર મહિને 78 લાખ ઈન્જેક્શનું થશે. આ સાથે સરકારે રેમડિસિવીર ઉત્પાદકોને ખુલ્લા બજારમાં તેની સપ્લાય કરવાને બદલે દેશની તમામ ખાનગી સરકારી હોસ્પિટલોને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું છે.

સાહિન-