Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર સરકાર આજે હાઈ લેવલની બેઠક યોજશે- કાશ્મીરી પંડિતોવી સુરક્ષા બબાતે લેવાશે ખાસ નિર્ણય

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીર પ્રદેશમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધત જઈ રહી છે આવી સ્થિતિમાં અનેક કાશ્નીરી પંડિતોએ સ્તળઆતંર કરવાની ચેતવણી આપી છે તો અત્યાર સુધી 100થી વધુ લોકો સ્થળાંતર કરી પણ ચૂક્યા છે ત્યારે સરકારે આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે

આ સ્થિતિને ધ્યાનમાં લેતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજરોજ શુક્રવારે નવી દિલ્હીમાં ઘાટીમાં સુરક્ષાની સ્થિતિ પર જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે ઉચ્ચ સ્તરીય બેઠનું આયોજન કર્યું છે.

 કાશ્મીરમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓ, ખાસ કરીને લક્ષ્યાંકિત હત્યાઓ અને અમરનાથ યાત્રાની સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. આ સાથે જ આ બેઠકમાં ગૃહ મંત્રાલય, સેના અને રાજ્ય સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં કાશ્મીર પંડિતોની સુરક્ષા અને અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલય કાશ્મીરની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ગુરુવારે કાશ્મીર ખીણમાં એક હિન્દુ બેંક કર્મચારીની હત્યાના કલાકો પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક બેઠક બોલાવી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિતના ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી.ત્યારે આજની આ બેઠકમાં મહત્વના નિર્ણયો આવી શકે છે જે કાશ્મીરી પંડિતોના હીતમાં હશે