Site icon Revoi.in

GPSC અને માહિતી ખાતાની પરીક્ષા મોકુફઃ હવે પછી નવી તારીખ જાહેર કરાશે

Social Share

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો રહેર વધતો જાય છે. રોજબરોજ કોરોનાના કેસોમાં વધોરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાત યુનિર્વસિટી અને જીટીયુએ પણ પરીક્ષા મોકુફ રાખી છે. જ્યારે આગામી સમયમાં લેવાનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં શનિવારે લેવાનારી માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે. આ ઉપરાંત જીપીએસસીની એપ્રિલ મહિનામાં લેવાનારી તમામ પરીક્ષાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. હવે પરીક્ષા ક્યારે યોજાશે તેની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: 22/01/2021ના રોજ બહાર પાડવામાં આવી હતી. વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાવાની હતી. પરંતુ કોવિડ-19ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની ઉમેદવારોને ભલામણ કરવામાં આવી છે.