Site icon Revoi.in

દેશની મોટી ઉપલબ્ધિ- અરબ દેશોને અનાજની નિકાસ કરનાર સૌથી મોટો દેશ બન્યો ભારત ,બ્રાઝિલને પછાળ્યું 

Social Share

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે જેણે વ્યાપાર ઘંઘાને ઘણી રીતે અસર કરી છે,કોરોના કારણે બગડતી સપ્લાય ચેઇનને કારણે બિઝનેસ પર ખરાબ અસર પડી છે. ત્યારે હવે આ સમગ્ર સ્થિતિમાં પણભારતે બ્રાઝિલને પછાડીને તેના ખાતામાં વધુ એક ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.

મળતી માહિતી પ્રમાણે લગભગ 15 વર્ષ બાદ ભારત બ્રાઝિલને પછાડીને આરબ દેશોમાં અનાજની નિકાસ કરતો સૌથી મોટો દેશ બની ગયો છે. રોઇટર્સના રિ્પોર્ટ મુજબ મંગળવારે આરબ-બ્રાઝિલિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ આંકડા આપવામાં આવ્યા છે.

બ્રાઝિલ આરબ દેશો માટે એક મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે, પરંતુ કોરોના મહામારીને કારણે બંને દેશો વચ્ચેની સપ્લાય ચેઇન વિખોરાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, રબ દેશોને લોજિસ્ટિક્સ સપ્લાય કરનારા 22 દેશોમાં બ્રાઝિલનો હિસ્સો 8.15 ટકા નિકાસનો રહ્યો છે, પરંતુ ભારતે 8.25 ટકા બજાર કબજે કર્યું છે અને છેલ્લા 15 વર્ષમાં પ્રથમ વખત રબ દેશોને સૌથી વધુ ખાદ્ય નિકાસ કરનાર દેશ બન્યો છે.

ભારત, તુર્કી, અમેરિકા, ફ્રાન્સ, આર્જેન્ટિના જેવા તેના પરંપરાગત શિપિંગ માર્ગોમાંથી વિક્ષેપને કારણે બ્રાઝિલે તેનું સ્થાન ગુમાવ્યું છે, આનો ફાયદો ભારતને મળ્યો છે,

રિપોર્ટ અનુસાર, બ્રાઝિલને હવે આરબ દેશોમાં અનાજની નિકાસ કરવામાં 30ને બદલે 60 દિવસ લાગે છે, જ્યારે ભારત તેની ભૌગોલિક સ્થિતિને કારણે સૌથી ઓછા સમયમાં આરબ દેશોને અનાજ આપવામાં સફળ રહ્યું છે.