Site icon Revoi.in

ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક પડકારો સામે ATGL દ્વારા ગ્રીન કાર્પોરેટ પ્લેટફોર્મ

Social Share

દુનિયાભરમાં આજે પર્યાવરણ સંરક્ષણ ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે અદાણી ટોટલ ગેસ દ્વારા વિશેષ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. સમાજીક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી પર્યાવરણ જતનના સરાહનીય કાર્યો થઈ રહ્યા છે. વડિલો અને વિદ્યાર્થીઓને ઉંડી સમજ મળે તે હેતુથી અમદાવાદમાં બાયૉડાયવર્સિટી પાર્ક અને ગ્રીનમોસ્ફિયર જેવા પ્રસંશનીય ઉપક્રમો થયા છે.

2021થી શરૂ કરાયેલી ગ્રીનમોસ્ફિયર મુહિમ અંતર્ગત વનીકરણ અને ઉર્જા સંરક્ષણે માટે ગ્રીન કોર્પોરેટ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પર્યાવરણનાં જતનર્થે પ્રેરાય તેવા ઉપક્રમો શાળામાં જ કરવામાં આવી રહ્યા છે. ATGL એ CERC (કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર) સાથે ભાગીદારી કરી 30 શાળાઓના 4000થી વધુ વિદ્યાર્થીઓને સાંકળી ગ્રીનમોસ્ફિયર સ્ટુડન્ટ્સ ક્લબ શરૂ કરી છે. જેમાં ઉત્તમ મૂલ્યો, શ્રેષ્ઠ તકનીકો અને પર્યાવરણ સંવર્ધનના વિચાર બીજને સુવિકસીત કરી હરિયાળા ભવિષ્યની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

ગ્રીનમોસ્ફિયર સ્ટુડન્ટ્સ ક્લબ દ્વારા વાર્તા લેખન, હાસ્ય પુસ્તક બનાવટ, પ્રસ્તુતિ, એનિમેશન, કવિતા લેખન, સ્લોગન લેખન, ઊર્જાના વિવિધ સ્વરૂપોના મોડલ, ચિત્ર, પોસ્ટર મેકિંગ, સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ, સ્કીટ, સોલો એક્ટ જેવી 13 કેટેગરીઓ અંતર્ગત સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં ઉત્તમ પ્રદર્શન કરનારી શાળાઓને ગ્રીન મિલેનિયલ્સ અચીવર્સ એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે.

ગ્રીનમોસ્ફિયર પહેલના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સહયોગથી અમદાવાદમાં ગોતા ખાતે બાયોડાયવર્સિટી પાર્ક વિકસાવાયો છે. 36,200 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા ઉદ્યાનમાં મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને તેમાં જંગલો વિકસાવવામાં આવ્યા છે. જેનાથી તાપમાનને ઓછું કરવામાં, હવા અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં, પક્ષીઓ અને જંતુઓનું નિવાસસ્થાન બનવામાં મદદ મળે છે. કાર્બન સિંકની સાથોસાથ તે જળચરો માટે આદર્શ ઇકોસિસ્ટમ પણ પ્રદાન કરે છે.

ઉદ્યાનમાં રસાયણો વગરની પરમાકલ્ચર તકનીક અપનાવવામાં આવી છે. 2.5 લાખ વૃક્ષોથી વાર્ષિક ઉત્પન્ન થતો 1,536 મેટ્રિક ટન ઓક્સિજન આબોહવા પરિવર્તન સામે મજબૂત કવચ ઉભુ કરશે. બાયોડાઈવર્સિટી પાર્કમાં પ્રાકૃતિક ફોરેસ્ટ વોકવે, પક્ષીઓને આકર્ષતા વૃક્ષો, સુરમ્ય યોગ લૉન, કુદરતી ધોધ, વિશ્રામ વિસ્તાર, ડુંગરાળ જમીન, નેચરલ એમ્ફીથિયેટર, બટરફ્લાય ગાર્ડન, જડીબુટ્ટીઓનો બગીચો, સ્વદેશી ઔષધીય છોડ વગેરેનો સમાવેશ થાય છે.

SDG 15ને અનુરૂપ ગોતાનો બાયોડાયવર્સિટી પાર્ક સ્થાનિકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, પર્યાવરણવાદીઓ, વિચારકો સહિત તમામ ક્ષેત્રના લોકો માટે ઉત્તમ ઉદ્યાન છે. યોગ્ય ઇકોસિસ્ટમ્સ ટકાઉ જંગલો દ્વારા જમીનનું ધોવાણ અટકાવી જૈવવિવિધતાના નુકસાનને અટકાવે છે.