Site icon Revoi.in

પાકિસ્તાનના કરાચીમાં કલમ 370 વિરુદ્ધ નિકળેલી રેલી પર ગ્રેનેડ વડે હુમલો- 30 લોકો ઈજાગ્રસ્ત

Social Share

કાશ્મીરમાંથી કલમ 370 અસરહીન કરવાને એક વર્ષ પુરુ થયુ ત્યારે તેના વિરોધમાં  પાકિસ્તાનના કરાચીમાં બુધવારના રોજ રેલી કાઢવામાં આવી હતી,આ રેલી પર ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 30 લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે, 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને  કેન્દ્રશાસિત પ્રેદશ બનવાને એક વર્ષ પુરુ થયું હતું જેના સંદર્ભે આ રેલનું કરાચીમાં આયોજન કરવામાં આવ્યું હતું

હુમલામાં ઈજા પામેલા લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જેમાં એકની હાલત ગંભીર જોવા મળી છે, કરાચી પોલીસ પ્રમુખ ગુલામ નબીએ રોયટર્સ સાથે વાતચીત કરતા કહ્યું કે, રેલી પર ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો છે, જો કે તેમાં કોઈના  મોતના સમાચાર નથી, આ હુમલાની જવાબદારી સિંધુદેશ રિવોલ્યુશન આર્મી નામના એક સંગઠનએ લીધી છે, આ સંગઠન એક અલગાવવાદી સંગઠન છે, જે છેલ્લા કેટલાક મહિનાઓથી સક્રિય છે

ઉલ્લેખનીય છે કે, જુન મહિનામાં પણ આ જ વિસ્તારમાં 3 ધમાકા કરવામાં આવ્યા હતા જેની જવાબદારી એસઆરએ  એ લીધી હતી,આ હુમલામાં  2 જવાન સહીત કુલ 4 લોકો એ જીવ ગુમાવ્યા હતા,આ સંગઠન દ્રારા સિંધ વિસ્તારને કરાચીથી જુદો પાડવાની સતત માંગ કરવામાં આવી રહી છે,આ પ્રાંતની રાજધાની કરાચી છે.

એસઆરએ એ બલૂચિસ્તાન લિબરેશન આર્મી સાથે પણ પોતોનાના ગઠબંધનનું એલાન કર્યું છે.આ આર્મી એક ઉગ્રવાદી સંગઠન છે, જે દક્ષિણ-પશ્વિમિ પાકિસ્તાનમાં બલૂચિસ્તીન વિસ્તારની આઝાદી ઈચ્છી રહ્યા છે.

આ રેલી પર હુમલો જ્યારે કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર પાકિસ્તાનમાં કાશ્મીર બાબતે રેલી કાઢવામાં આવી હતી જ્યારે કરાચીમાં આ રેલીનું આયોજન જમાત-એ-આસ્લામી દ્રારા કરવામાં આવ્યું હતું, હુમલો થવાની સાથે જ આ રેલીને અટકાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારએ વિતેલા વર્ષની 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને નાબુદ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો હતો , આ વાતનો સતત પાકિસ્તાન એ વિરોધ દર્શાવ્યો હતો,યુએનમાં પણ તેના સામે અવાજ ઉઠાવ્યો હતો જો કે પાકિસ્તાનને આ બબાતે માત મળી હતી.

સાહીન-