Site icon Revoi.in

GTU દ્વારા UGની તા.20 અને 21 મે એ લેવાનારી પરીક્ષા હવે 24 થી 27 મે દરમિયાન લેવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા યુજીની પરીક્ષા  વાવાઝોડાને લીધે તા.20 અને 21 મે એ લેવાનારી પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. હવે  આ પરીક્ષા આગામી તા.24 થી 27 મે દરમિયાન લેવામાં આવશે. રાજ્યમાં વાવાઝોડાને કારણે અનેક શહેરમાં અને ગામડાઓમાં અસર થઈ છે જેને કારણે વીજ કનેક્શન ખોરવાયું તે જોતા GTU દ્વારા બે દિવસ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા યુજીની પરીક્ષાનો કાર્યક્રમ અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં લેવાની હતી. પણ તાઉ-તે વાવાઝોડાને કારણે ઘણા નાના શહેરો અને ગામડાંઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તેથી વિદ્યાર્થીઓને કોઈ તકલિફ ન પડે તે માટે યુજીની પરીક્ષા જે તા. 20મી અને 21મી મે દરમિયાન લેવાની હતી તે મુલત્વી રાખવામાં આવી છે.

હવે આ પરીક્ષા તા. 24થી 27 દરમિયાન લેવામાં આવશે. મહત્વનું છે ઓનલાઈન પરીક્ષામાં કોઈ ખામી ન સર્જાઈ તે માટે અગાઉ જ GTU દ્વારા પ્રિ-ચેક ટ્રાયલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો..જેમાં 1 કલાક જેટલો સમય આપવામાં આવ્યો.જે સફળ રહેતા જીટીયુ દ્વારા ઓનલાઈન  પરીક્ષા  યોજવાનું આયોજન કર્યું છે, હવે જીટીયું પીજીની પરીક્ષાઓ આગામી 24થી 27મી મે દરમિયાન યોજાશે. જો કે 22 મે એ યોજાનારી પરીક્ષાઓ રાબેતા મુજબ યોજાશે તેવું જણાવ્યું છે.

Exit mobile version