1. Home
  2. Tag "GTU"

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ જાહેર કરેલા ઉનાળું વેકેશન સામે અધ્યાપકોએ દર્શાવી નારાજગી,

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા તા. 1લી મેથી 15મી જુન સુધી દોઢ મહિનાના ઉનાળું વેકેશન જાહેર કરાતા ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અધ્યાપકોએ એવી રજુઆત કરી છે કે, હાલમાં જ લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયેલ હોવાથી 7 મે, 2024 સુધી મોટાભાગના અધ્યાપકો વિવિધ પ્રકારની […]

જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા 13મો વાર્ષિક સંકુલ એવોર્ડ એનાયત કરાયો

અમદાવાદઃ  રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સ્થાપિત 13th  ઈનોવેશન સંકુલ એવોર્ડ સમારોહ  તાજેતરમાં યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂતના મુખ્ય મહેમાનપદે અને કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરના અધ્યક્ષપદે યોજાયો હતો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સને 2011ની 14મી ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ઔદ્યોગિક સંશોધન યાત્રાની શરૂઆત થઈ હતી. તેના સ્મરણમાં દરવર્ષે ગુજરાત […]

GTU અને સુરત મ્યુનિ. મેડિકલ એન્ડ રિસર્ચ દ્વારા બોયોમેડિકલ સંશોધન માટે MOU કરાયાં

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને અને સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER)વચ્ચે  બાયો મેડિકલમાં ઊંડા સંશોધન અને પ્રગતિ માટે તાજેતરમાં એક ‘મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ’ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER)વચ્ચે  બાયો મેડિકલમાં ઊંડા સંશોધન અને પ્રગતિ માટે MOU કરાયા છે. […]

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ તા. 20મી જાન્યુઆરીએ યોજાશે

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો તેરમો પદવીદાન સમારોહ યુનિના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આગમી તા.20/01/2024ને શનિવારના દિવસે સવારે 11:૦૦ વાગ્યે સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાશે. આ પદવીદાન સમારોહમાં  28787 સ્નાતકો અને 5251 અનુસ્નાતકો તેમજ 51 પી.એચડીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU)નો 13મો પદવીદાન સમારોહ આગામી તા.20મી જાન્યુઆરીને શનિવારના રોજ અમદાવાદના […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં 22મી જાન્યુઆરીથી ગીતા,વેદ એસ્ટ્રોલોજી સહિત 8 કોર્ષ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આગામી તા,22મી જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિનથી  ભારતીય જ્ઞાન પરંપરા વિષયોના ટૂંકાગાળાના અભ્યાસક્રમો શરૂ કરશે. જેમાં ગીતા, વેદ, જ્યોતિષશાસ્ત્ર, સહિત વિવિધ 8 જેટલા કોર્ષ શરૂ કરાશે. AICTE તરફથી ભાષા કેન્દ્ર તરીકે માન્યતા મળી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નાં સંદર્ભે 2021માં અસ્તિત્વમાં આવેલા ધરોહર કેન્દ્ર દ્વારા […]

GTU દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે કોલેજોના જોડાણો, રિન્યુઅલ, વગેરે માટે કાર્યક્રમ જાહેર કરાયો

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આગામી નવા શૈક્ષણિક વર્ષ માટે નવી કોલેજોની મંજૂરી, રીન્યુઅલ મંજૂરી, ફી સહિતની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. નવી કોલેજની મંજૂરી માટે કયા પ્રકારના દસ્તાવેજો રજૂ કરવા તે સહિતની સ્પષ્ટતાં પણ સત્તાધિશો દ્વારા કરી દેવામાં આવી છે. વર્ષ 2024માં જુલાઇ પહેલા નવી કોલેજને મંજૂરી આપી દેવાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ […]

મુંબઈમાં યોજાયેલી વેસ્ટઝોન ટેનીસ સ્પર્ધામાં GTUની વિદ્યાર્થિનીઓએ ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું

અમદાવાદઃ મુંબઈ ખાતે તાજેતરમાં વેસ્ટ ઝાનની ટેનિસ સ્પર્ધા યોજાતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની વિદ્યાર્થિઓએ ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યુ કરીને આંતરરાજ્ય યુનિવર્સિટીઓની આખરી સ્પર્ધામાં વેસ્ટઝોનના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ત્રણેય વિદ્યાર્થિનીઓને યુનિના કૂલપતિએ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના મહિલા ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે પણ હવે કાઠું કાઢવા માંડયું છે. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી વેસ્ટ ઝોનની […]

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને 50 કરોડ ભરવા આઈટીની નોટિસ, CAએ કરેલી ભૂલ યુનિ.ને નડી

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને 50 કરોડ ભરવાની ઈન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી છે. યુનિવર્સિટીએ આઈટી રિટર્નની કામગીરી એક ખાનગી સીએ કંપનીને સોંપી હતી. કહેવાય છે. કે, વર્ષ 2017-18ના રિટર્ન ભરવામાં કેટલીક ક્ષતિ રહી હતી. અને જે અંગે આઈટી વિભાગે સ્પષ્ટતા માગતા ઈ-મેઈલ યુનિવર્સિટીને સમયાંતરે કર્યા હતા. પરંતુ યુનિ.ના એકાઉન્ટ  વિભાગે કોઈ દરકાર લીધી નહતી. જેથી આઈટી […]

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો યુવક મહોત્સવ તા. 24થી 28 નવેમ્બર દરમિયાન યોજાશે

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો 11મો યુવક મહોત્સવ આગામી તા. 24થી 28 નવેમ્બર, 2023 દરમિયાન ‘ક્ષિતિજ-23’ શીર્ષક તળે અમદાવાદની સાલ શૈક્ષણિક કેમ્પસ ખાતે દબદબાભેર યોજાશે. આ અંગેની તમામ તૈયારીઓ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને સાલ કેમ્પસ દ્વારા હાલ પૂરજોશમાં આરંભી દેવામાં આવી છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સ્થાપના બાદ 11મી વખત યોજાઈ રહેલા સ્પર્ધાત્મક યુવક મહોત્સવમાં સંગીત વિભાગની […]

GTU સંલગ્ન 6 ઈજનેરી કોલેજો ઈન્સ્પેક્શનમાં નાપાસ, હવે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન અડધો ડઝન જેટલી ઈજનેરી કોલેજો ઈન્સ્પેક્શનમાં નાપાસ થતાં વિદ્યાર્થીઓ માટે નો એડમિશન ઝોનમાં મુકવામાં આવી છે. કાઉન્સિલના નિયમો મુજબ કોલેજોમાં જરૂરી ઈન્ફાસ્ટ્રક્ચર, યોગ્યતા ધરાવતો શૈક્ષણિક સ્ટાફ સહિત સુવિધા જરૂરી છે. કોલેજ સંચાલકોને જરૂરી પૂર્તતા કરવાની સુચના આપવામાં આવી હતી. પરંતુ કોલેજ સંચાલકોએ જીટીયુની સુચનાને અવગણતા 6 કોલેજો હવે નવા વિદ્યાર્થીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code