1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુંબઈમાં યોજાયેલી વેસ્ટઝોન ટેનીસ સ્પર્ધામાં GTUની વિદ્યાર્થિનીઓએ ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું
મુંબઈમાં યોજાયેલી વેસ્ટઝોન ટેનીસ સ્પર્ધામાં GTUની   વિદ્યાર્થિનીઓએ ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું

મુંબઈમાં યોજાયેલી વેસ્ટઝોન ટેનીસ સ્પર્ધામાં GTUની વિદ્યાર્થિનીઓએ ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું

0
Social Share

અમદાવાદઃ મુંબઈ ખાતે તાજેતરમાં વેસ્ટ ઝાનની ટેનિસ સ્પર્ધા યોજાતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની વિદ્યાર્થિઓએ ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યુ કરીને આંતરરાજ્ય યુનિવર્સિટીઓની આખરી સ્પર્ધામાં વેસ્ટઝોનના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ત્રણેય વિદ્યાર્થિનીઓને યુનિના કૂલપતિએ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના મહિલા ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે પણ હવે કાઠું કાઢવા માંડયું છે. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી વેસ્ટ ઝોનની ટેનિસની સ્પર્ધામાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીની સ્થાપના બાદ પ્રથમવાર ઉજળો અને નોંધપાત્ર દેખાવ કર્યો છે. ઈજનેરી વિદ્યાર્થીઓ પણ હવે સ્પોર્ટ્સમાં રસ દાખવી રહ્યા છે. જેમાં વિદ્યાર્થિનીઓએ ટેનિસની રમતમાં વેસ્ટઝાનની સ્પર્ધામાં ચોથુ સ્થાન પ્રાપ્ત કરીને યુનિનું નામ રોશન કર્યું છે.

જીટીયુના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી ટેનિસની સ્પર્ધામાં ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ ટેનિસની સ્પર્ધામાં ગૌરવપ્રદ ગણાય તેવું ચોથુ સ્થાન પ્રાપ્ત કરીને આંતરરાજ્ય યુનિવર્સિટીની સોનીપત ખાતે યોજાયેલી આખરી સ્પર્ધામાં વેસ્ટ ઝોનના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની મહિલા ટેનિસની ટીમમાં (1):-કુ.આસ્થા દેસાઇ(2):- કુ.પ્રીશા પટેલ અને(3):- કુ.હર્ષિદા રામચંદાણીએ ભાગ લીધો હતા. ટેનિસની સ્પર્ધામાં ટેકનિકલ શિક્ષણમાં ખૂંપેલી વિદ્યાર્થિનીઓ ભાગ લે અને આંતરઝોન રમતગમત સ્પર્ધામાં વિજેતા થઈ અને આંતરઝોન સ્પર્ધામાં વેસ્ટ ઝોનની ટીમનું પ્રતિનિધિત્વ કરે એ નોંધપાત્ર સિદ્ધિ ગણાય.  આ સ્પર્ધાના કોચ તરીકે અનિલ મારુ અને મેનેજર તરીકે શ્રીમતી ચિલ્કા જૈને સેવાઓ આપી હતી. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. શ્રીમતી રાજુલ ગજ્જર અને કુલસચિવ ડૉ. કે.એન.ખેરેએ આવા સરસ ખેલાડીઓ તૈયાર કરવા બદલ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો‌.આકાશ ગોહિલને અને સુંદર સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code