Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં STF દ્રારા એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુફરાન ઠાર મરાયો -હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ હતો

Social Share

 

લખનૌઃ- ઉત્તરપ્રદેશમા એક ગુનેગારને ઠાર મારવાનો સમાચાર સામે આવી રહ્યા છએ મળતી વિગત પ્રમાણે રાજ્યના  કૌશામ્બી જિલ્લામાં યુપી STF અને ઈનામી ગુનેગાર વચ્ચે એન્કાઉન્ટર થયું છે. એન્કાઉન્ટરમાં ગુનેગાર માર્યો ગયો છે.

આ અપરાધીની ઓળખ ગુફરાન તરીકે થઈ છે, જે હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ હતો. રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે 2017માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધીમાં 10,900થી વધુ એન્કાઉન્ટર થયા છે જેમાં 185થી વધુ ગુનેગારો માર્યા ગયા છે.ત્યારે વધુ એક ગુનેગાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

જાણકારી અનુસાર આ ગુનેગાર હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ જાહેર થયો હતો.એન્કાઉન્ટર બાદ યુપી  પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ હાઉસમાં રાખી તપાસ શરૂ કરી છે.