Site icon Revoi.in

ગુજરાતમાં બોર્ડ-નિગમમાં રાજીનામાનો સિલસિલો યથાવત, વકફ બોર્ડના ચેરમને આપ્યું રાજીનામું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બોર્ડ-નિગમના ચેરમેનના રાજીનામા પડી રહ્યાં છે. દરમિયાન આજે વકફ બોર્ડના ચેરમેન પદેથી સજ્જાદ હીરાએ રાજીનામું આપ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી બોર્ડ-નિગમમાં લગભગ 7 જેટલા રાજીનામા પડ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વકફ બોર્ડના ચેરમેન તરીકે વર્ષ 2018માં સજ્જાદ હીરાની પસંદગી કરવામાં આવી છે. તેમની મુદ્દત પાંચ વર્ષની હતી. દરમિયાન સજ્જાદ હીરાએ મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાનું રાજીનામુ આપ્યું હતું. આમ સાત દિવસના સમયગાળામાં બોર્ડ-નિગમના લગભગ સાત જેટલા રાજીનામા પડ્યાં છે. હવે આ બોર્ડ-નિગમના રાજીનામા બાદ આગામી મહિને નવી નિયુક્તિઓ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી સમયમાં જે નિયુક્તિઓ થવાની છે. તેમાં પાર્ટી જ્ઞાતિ-જાતિના સમીકરણો ઉપરાંત સિનિયોરિટીને ધ્યાનમાં રખાશે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જે પણ સિનિયર વ્યક્તિને ટીકીટ નહીં આપી શકાય તેમને બોર્ડ-નિગમમાં જવાબદારી સોંપાશે. હજુ આગામી દિવસોમાં બોર્ડ-નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના રાજીનામા લેવામાં આવે તેવી શકયતા છે.

(Photo-File)